જામનગરની મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ખબર ગુજરાત સ્ટુડીયોની મુલાકાત લીધી હતી અને પ્રિન્ટ મીડીયા અને ડીઝીટલ મીડીયાની કામગીરી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
જામનગરની મોદી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે પ્રકટીકલ જ્ઞાન પણ મળે તે માટે શૈક્ષણિક પ્રવાસ પણ યોજવામાં આવે છે તેમજ વિવિધ એકમોની મુલાકાત પણ લેવાઇ છે. જે અંતર્ગત મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ખબર ગુજરાત સ્ટુડીયોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રિન્ટ મિડીયા અને ડીઝીટલ મીડીયામાં સમાચાર કેવી રીતે બને છે, ન્યુઝ પેપર કેવી રીતે પબ્લીસ થાય છે તે અંગેની માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓએ ખબર ગુજરાતની મુલાકાત દરમિયાન ન્યુઝ રૂમ, એડીટીંગ પેનલ અને સ્ટુડીયો નિહાળ્યા હતાં. તેમજ ખબર ગુજરાતના પત્રકારોને ટેકનીકલ સ્ટાફ પાસેથી સમાચાર કઇ રીતે હેડલાઇન બને? કેવી રીતે રીપોટીંગ થાય છે? પ્રિન્ટ મીડીયામાં ન્યુઝ પેપર કેવી રીતે પબ્લીસ થાય છે સહિતની વિવિધ બાબતો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. મોદી સ્કૂલના ધોરણ 7ના ગુજરાતી માઘ્યમના 70થી વધુ વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો સાથે આ મુલાકાત લીધી હતી.
View this post on Instagram


