Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયહચમચાવી દે તેવા CCTV : કારે ઠોકર મારતા સ્કુટી સહીત 20 ફૂટ...

હચમચાવી દે તેવા CCTV : કારે ઠોકર મારતા સ્કુટી સહીત 20 ફૂટ દુર ઉછળી વિદ્યાર્થીનીઓ

મધ્યપ્રદેશના નીમચમાં ફૂલ સ્પીડમાં આવતી એક નંબર વગરની કારે સ્કુટીને ઠોકર મારતા વિદ્યાર્થીનીઓ 20 ફૂટ દુર પડી હતી. નીમચના કલેક્ટ્રેટ ચાર રસ્તા પાસે આ ઘટના ગઈકાલે બપોરના સમયે બની હતી.  રવિન્દ્ર કુમાર કાંઠેડની પુત્રી રિયા(18) અને રાધાવલ્લભ મંડોવરની પુત્રી શ્રદ્ધા(20) સ્કુટી લઇને ઘરે જઈ રહી હતી ત્યારે પુરપાટ આવતી કારે સ્કુટીને ઠોકર મારી હતી. આ ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે.

- Advertisement -

સ્કૂટી સવાર યુવતીઓએ કલેક્ટ્રેટ ચોકડી પર યુ-ટર્ન લેતા જ નંબર વગરની સ્પીડમાં આવતી કારે સ્કૂટીને ટક્કર મારી હતી. સ્કૂટીને ટક્કર માર્યા બાદ કાર ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ અને પછી બોલેરો અને પાર્ક કરેલી અન્ય કાર સાથે અથડાઈ. જેના કારણે 3 વાહનોને નુકસાન થયું હતું. અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ બંને વિદ્યાર્થીનીઓને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular