Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરબે માસથી થયેલા પેટના દુ:ખાવાથી કંટાળીની વિદ્યાર્થિનીનો આપઘાત

બે માસથી થયેલા પેટના દુ:ખાવાથી કંટાળીની વિદ્યાર્થિનીનો આપઘાત

લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં દવા ગટગટાવી: સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતી વિદ્યાર્થિનીએ બે માસથી થયેલા પેટના દુ:ખાવાની સારવાર કરાવવા છતાં સારું ન થતા જિંદગીથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતાં મહેશભાઈ દામજીભાઈ સાવલીયા નામના ખેડૂત યુવાનની પુત્રી ભાર્ગવીબેન સાવલીયા (ઉ.વ.20) નામની વિદ્યાર્થિનીને છેલ્લાં બે માસથી પેટમાં સતત દુખાવો રહેતો હતો અને સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો ન થતા જિંદગીથી કંટાળીને તેના ઘરે ગત તા. 8 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ત્યારબાદ યુવતીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન બુધવારે સાંજે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા મહેશભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી ડી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular