જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં વિદ્યાર્થી યુવકને ચાર શખ્સોએ જાતિ પ્રત્યે અપમાનતિ કરી પટ્ટા વડે અને ઢીકાપાટુનો માર માર્યા બાદ નવી કોર્ટ પાસે આંતરીને ફડાકા મારીને જાતિ વિષયક અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારનો રહીશ અને અભ્યાસ કરતો ઉદયભાઇ નિલેશભાઇ ગંગેરા (ઉ.વ.20) નામના યુવકને મંગળવારે રાત્રિના સમયે જામનગરમાં પટેલ કોલોની રોડ પર આવેલી કોલેજ નજીક મનદીપસિંહ ગોહિલ, સુજાદ ખફી, રોનક ખફી અને અદનાન સુમરા નામના ચાર શખ્સોએ પટેલ કોલોની, મેઇન રોડ પર આવેલી કોલેજ નજીક ઉદયને જાતિવિષયક અપમાનિત કરી પટ્ટા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ સમાધાન થઇ ગયું હતું. ત્યારબાદ ઉદય તેના ઘરે જતો હતો ત્યારે ગાંધીનગર નવી કોર્ટ પાસે પહોંચ્યો ત્યારે ચારેય શખ્સોએ ઉદયને આંતરીને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. ફડાકા ઝિંકી જાતિવિષયક અપમાનિત કર્યો હતો. આ બનાવ બાદ ઉદય દ્વારા જાણ કરાતા એસસી-એસટી સેલના ડીવાયએસપી મિતરૂદ લાલ તથા સ્ટાફએ ચાર શખ્સો વિરૂઘ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


