Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઇન સર્વિસ તબીબ દ્વારા પડતર પ્રશ્નો અંગે હડતાલ

ઇન સર્વિસ તબીબ દ્વારા પડતર પ્રશ્નો અંગે હડતાલ

સાતમા પગાર પંચ, તબીબી અધિકારીઓને અનુસ્નાતક અભ્યાસ માટે 25 ટકા બેઠકો અનામત રાખવા સહિતની માંગણી

- Advertisement -

ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણમાં ફરજ બજાવતાં ઇન સર્વિસ તબીબોના પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતાં આજે હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના જી.જી. હોસ્પિટલના ઇન સર્વિસ તબીબો પણ હડતાલમાં જોડાતાં જી.જી. હોસ્પિટલના વિવિધ વિભાગો ડોકટરો વિના ખાલી જોવા મળ્યા હતાં.

- Advertisement -

જામનગર ઇન સર્વિસ ડોકટર્સ એસોસિએશન દ્વારા તબીબોના પ્રશ્ર્નો અંગે વર્ષ 2013થી સરકારને રજૂઆતો કરી છે. 2017માં આંદોલન પણ કર્યા હતાં ત્યારે સમાધાનના ભાગરૂપે સમસ્યાના ઉકેલની ખાતરીઓ આપવામાં આવી હતી. આમ છતાં ઇન સર્વિસ તબીબોને કેન્દ્રના સાતમાં પગાર પંચ મુજબ 1-1-2016થી એનપીએ આપવુ અને એનપીએ ને પગાર જ ગણવાનો, વર્ગ-1 આરોગ્ય અધિકારીઓ, સ્પેશ્યાલિસ્ટ CI-I ના સેવા સળંગના આદેશ કરવા, તબીબી અધિકારીઓને અનુસ્નાતક અભ્યાસ માટે 25 ટકા બેઠકો અનામત રાખવી, કેન્દ્રના ધોરણે તબીબી અધિકારીને છઠ્ઠા પગાર પંચમાં એન્ટ્રી પે પીબી-3, ગ્રેડ પે 5400 અને સાતમા પગાર પંચમાં મેટ્રીકસ લેવલ 11 મુજબ આપવુ સહિતના પ્રશ્ર્નો અંગે રજૂઆતો કરી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો ન હોય, આજે ઇન સર્વિસ ડોકટરો હડતાલ ઉપર ઉતર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular