લોકોને પરેશાન કરતાં અને ખોટા SMSને નિયંત્રણમાં લેવાના નિયમની પૂર્તતાના મુદ્દે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(ટ્રાઇ)એ કડક વલણ અપનાવ્યું છે. ટ્રાઇએ SMS રૂલ્સનો ભંગ કરનારી બેન્કો-કંપનીઓની યાદી ઈશ્યૂ કરી છે અને તેમાં સામેલ SBI, HDFC બેન્ક, LIC, કોટક મહિન્દ્રા સહિત 39 નિષ્ફળ બેન્કો-કંપનીઓને ચેતવણી આપવામાં આવી છે કે પહેલી એપ્રિલથી કોમ્યુનિકેશન સર્વિસિસમાં વિક્ષેપને ટાળવા માટે તેઓ 31 માર્ચ સુધીમાં નિયમની પૂર્તતાની ખાતરી કરી લે. એસએમએસ નિયમોનું કડક પાલન થાય તે માટે આ એન્ટિટીઝ પર બદાણ લાવવા ટ્રાઇએ અન્ય નિયમનકારી સંસ્થાઓ જેવી કે આરબીઆઈ, સેબી, ઇરડા, કેન્દ્રીય અને રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ્સને અને અન્ય સ્વાયત્ત બોડીઝને અને એસ્ટાબ્લિશમેન્ટ્સને પણ જણાવ્યું છે.ટ્રાઇએ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા જેવી અગ્રણી બેન્કો ક્ધટેન્ટ ટેમ્પલેટ આઈડી, પ્રિન્સિપલ એન્ટિટી આઈડી વિગેરે જેવા ફરજિયાત પેરામિટર્સમાં પણ ટ્રાન્સમિટ થઇ નથી, ડિલિવરી માટે ટીએસપીને આવો મેસેજ મોકલવા સમયે ક્ધટેન્ટ ટેમ્પલેટ રજિસ્ટર્ડ હોય તેવા કેસમાં પણ આમ બન્યું છે તેમ ટ્રાઇએ જણાવ્યું હતું. 17 ખાનગી અને સરકારી બેન્કો નવા એસએમએસ માળખાનો હજુ સુધી અમલ કરી શકી નથી. ફ્લિપકાર્ટ અને બજાજ ફાઇનાન્સ જેવી ઇ-કોમર્સ અને ફાઇનાન્સ કંપનીઓ પણ આ ડિફોલ્ટર્સની યાદીમાં છે.