Sunday, December 29, 2024
Homeરાષ્ટ્રીયમુંબઇમાં આજથી કડક નિયંત્રણો લાગુ

મુંબઇમાં આજથી કડક નિયંત્રણો લાગુ

ન્યુયર પાર્ટી પર પ્રતિબંધ : કલમ 144 લાગુ, 7 જાન્યુઆરી સુધી અમલ

- Advertisement -

31 ડિસેમ્બરની રાત અને નવા વર્ષની ઉજવણીના કારણે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધી શકે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા હેઠળ કેટલાક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. આ અંતર્ગત મુંબઈમાં આજથી 7 જાન્યુઆરી 2022 સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસે 30 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી રેસ્ટોરાં, હોટલ, બાર, પબ, રિસોર્ટ અને કલબ સહિત કોઈપણ બંધ કે ખુલ્લી જગ્યાએ નવા વર્ષની ઉજવણી, પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકયો છે. 31 ડિસેમ્બરની રાત અને નવા વર્ષની ઉજવણી માટે, મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ભીડ એકઠી થઈ શકે છે. જે કોરોના ચેપને વધુ ફેલાવી શકે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે પણ સમગ્ર રાજય માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

- Advertisement -

31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના કાર્યક્રમો માટે, જો હોલ બુક કરવામાં આવ્યો હોય, તો ક્ષમતામાંથી માત્ર 50 ટકા લોકોની હાજરીની મંજૂરી છે. ઉપરાંત, આયોજકોએ ભીડ ન વધે તેની કાળજી રાખવી, એકબીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્કનો ઉપયોગ અને સેનિટાઈઝરની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમમાં બાળકો અને વૃધ્ધો માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ઘો અને 10 વર્ષથી નીચેના બાળકોને ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. નવા વર્ષ નિમિતે કોઈપણ પ્રકારના ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાની પણ મનાઈ છે. આતાશબાજી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular