આગામી તારીખ 31 ડીસેમ્બરના અનુસંધાને લોકો કાયદાનો ભંગ ન કરે તે હેતુથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી શહેર અને ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ જુદા-જુદા વિસ્તારોમાં કડક ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવા વર્ષની ઉજવણી માટે દારૂની હેરાફેરી ડામવા અને નશો કરેલી હાલતમાં રખડતા શખ્સોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં ગત રાત્રિના સમયે શહેરના મુખ્ય પ્રવેશદ્વારો પર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ગતરાત્રે ખંભાળિયાના જુદા-જુદા વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા સધન ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તેમજ ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, પી.એસ.આઈ. તથા સ્ટાફ દ્વારા અહીંના નગર ગેઈટ, ચાર રસ્તા, સહિતના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ ચેકિંગ ટુકડીઓ બનાવીને જાહેર માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોની તપાસણી કરી હતી. આ માટે પોલીસ તંત્ર દ્વારા બ્રેસ્થ એનેલાઈઝર જેવા સાધનોની મદદથી ચેકીંગ કાર્યવાહી કરી હતી. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ વેગવંતી બનાવવામાં આવશે.