Sunday, December 29, 2024
Homeરાજ્યગુજરાતબોર્ડ પરિક્ષામાં જડબેસલાખ ચેકિંગ વ્યવસ્થા

બોર્ડ પરિક્ષામાં જડબેસલાખ ચેકિંગ વ્યવસ્થા

- Advertisement -

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ માટે લાગુ પડતા ગુનાઓનું લિસ્ટ જાહેર કરાયું છે, જે મુજબ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થી સામે આઈટી એક્ટ પ્રમાણે ગુનો નોંધાશે. બોર્ડે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતનાં તમામ પોલીસ અધિકારીઓને પત્ર દ્વારા જાણ કરી છે કે, ગેરરીતિના કિસ્સામાં કયા નિયમ અંતર્ગત ગુનો નોંધાઈ શકે છે.

- Advertisement -

આ પત્રમાં આઈપીસીની વિવિધ કલમોની સાથે ફોન સાથે વિદ્યાર્થી પકડાય તો પણ આઈટી એક્ટ અંતર્ગત પણ ફરિયાદ કરી શકાય તેવી સૂચના અપાઈ છે. બીજી તરફ બોર્ડની પરીક્ષામાં શિક્ષણ વિભાગ ઉપરાંત પણ 25 વિભાગના વર્ગ-1ના અધિકારીઓ સ્થાનિક સ્ક્વોડ તરીકે જોડાશે. તમામ અધિકારીઓને પરીક્ષા ફરજના ઓર્ડર અને સ્કૂલોની ફાળવણી કરી દેવાઈ છે. 25 વિભાગના વર્ગ-1ના અધિકારીઓને ચોક્કસ સ્કૂલોની ફાળવણી કરાશે.

ચેકિંગ સ્કવોડમાં શ્રમ ભવન, મોજણ વિભાગ, રમતગમત, વન સંરક્ષણ, ટાઉન પ્લાનિંગ, ઇજનેર, બાગાયત, સમાજ કલ્યાણ વિભાગ, આરોગ્ય, ખેતી નિયામક, આંકડા અધિકારી, જિલ્લા રજિસ્ટ્રાર, સિંચાઈ વિભાગ, પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયત, વાણિજ્ય વેરા કમિશન, હાઉસિંગ બોર્ડ, ખોરાક-ઔષધ નિયંત્રણ, સમાજ કલ્યાણ, આદી જાતિ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા, રોજગાર અધિકારી, જીપીસીબી, ડીઆઈસી વિભાગના અધિકારીઓ જોડાશે. કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન ઇલેક્ટ્રિક સાધનો લઈ જવા પર પ્રતિબંધ છે, પરંતુ આ નિયમ પરીક્ષાની કામગીરીમાં જોડાયેલા શિક્ષકોને પણ લાગુ પડશે. પરીક્ષા ખંડમાં ફરજ નિભાવતા કોઈ પણ શિક્ષકને ફોન લઈ જવા પર પ્રતિબંધ છે. શિક્ષકોએ પોતાનો ફોન સ્થળ સંચાલક અથવા સ્કૂલના પ્રિન્સિપાલની ઓફિસમાં જમા કરાવવાનો રહેશે.

- Advertisement -

ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપર 14 માર્ચથી શરૂ થશે, પરંતુ 11 માર્ચે તમામ ઝોન કક્ષાએ પ્રશ્ન પેપર પહોંચાડવામાં આવશે. પેપર જે રૂમમાં સાચવીને મુકવામાં આવ્યા હશે તેના બારણાની સાથે બારીઓને પણ કાગળથી ઢાંકીને સીલ મરાશે. જેથી રૂમની અંદર શું પડ્યું છે તે પણ કોઇ જોઇ શકશે નહીં. આ સાથે જ સ્ટ્રોંગરૂમની બહાર 24 કલાક હથિયારધારી પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. આ રૂમમાં 24 કલાક સીસીટીવીની તપાસ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular