Saturday, January 4, 2025
Homeરાજ્યજામનગરખંભાળિયા બાયપાસ પાસે પોલીસ અધિક્ષક સહિતના સ્ટાફ દ્વારા કડક ચેકિંગ - VIDEO

ખંભાળિયા બાયપાસ પાસે પોલીસ અધિક્ષક સહિતના સ્ટાફ દ્વારા કડક ચેકિંગ – VIDEO

કાર્યક્રમોની મંજૂરી આપવામાં પોલીસની ઢીલી નીતિ : કડકડતી ઠંડીના કારણે શહેરીજનો પાર્ટીમાં જવા નિરસ રહ્યા

- Advertisement -

- Advertisement -

વર્ષ 2024 પુર્ણ થતા નવા વર્ષ 2025 ના આગમનને વધાવવા માટે જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર વિશ્વામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી. નવા વર્ષના આગમનને વધાવવા જામનગર શહેર તથા જીલ્લામાં ઠેક ઠેકાણે પાર્ટી પ્લોટોમાં પાર્ટીઓના આયોજનો કરવામાં આવ્યાં હતાં. જોકે, શિયાળાની હાજા ગગડાવતી કડકડતી ઠંડીમાં પાર્ટીઓમાં જવા માટે શહેરીજનોએ નિરસ્તા દાખવી હતી. જેના કારણે નવા વર્ષની પાર્ટીનું આયોજન કરનાર આયોજકો ચિંતામાં મૂકાઇ ગયા હતાં. ઉપરાંત નવા વર્ષની પાર્ટીમાં ઠેક ઠેકાણે મહેફીલો ચાલતી હોય તેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, એએસપી પ્રતિભા, શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એલસીબી પીઆઈ વી એમ લગારીયા તથા સ્ટાફ દ્વારા મંગળવારે રાત્રિના સમયે ખંભાળિયા બાયપાસ નજીક ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ શહેર નજીક આવેલા જુદા જુદા પાર્ટી પ્લોટમાં નવા વર્ષના કાર્યક્રમોનું આયોજન કરનાર આયોજકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં કેમ કે, કાર્યક્રમ માટેની એનઓસીની આપવામાં પોલીસની ઢીલી નીતિના કારણે આયોજકો પરેશાન થઈ ગયા હતાં અને રાત્રિના 10 વાગ્યા સુધી તો કાર્યક્રમ યોજવાની મંજૂરી માટે જ ભાગદોડ કરી રહ્યા હતાં. જો કે, મોડેકથી પોલીસ અધિક્ષકની દરમ્યાનગીરી બાદ મામલો થાળે પડયો હતો. પરંતુ, કાર્યક્રમના આયોજકોને નુકસાની સહન કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular