Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયદુષ્કર્મના ખોટાં કેસોને ડામી દેવા કડક પગલાંની જરૂર: હાઇકોર્ટ

દુષ્કર્મના ખોટાં કેસોને ડામી દેવા કડક પગલાંની જરૂર: હાઇકોર્ટ

દિલ્હીના એક પ્રકરણમાં વડીઅદાલતે આકરો પ્રતિભાવ આપ્યો

- Advertisement -

બળાત્કારના કેસમાં જૂઠો આરોપ લગાવનારા સામે દિલ્હી હાઇકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. બળાત્કારના કેસમાં બે પક્ષ વચ્ચે સમજૂતીની અપીલને ફગાવી દેતાં દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ પ્રકારના ગંભીર બળાત્કાર અને છેડછાડના ખોટા આરોપોને કડક હાથે ડામી દેવાની જરૂર છે. આ પ્રકારના કેસમાં ખોટા આરોપો લગાવનારા સામે કડક પગલાં ભરવાં જોઈએ. જસ્ટિસ સુબ્રમણિયમ પ્રસાદે જણાવ્યું હતું કે ખોટા આરોપો એટલા માટે લગાવવામાં આવી રહ્યા છે કે બીજો પક્ષ શરમ અને ડરના કારણે માગણીઓનો સ્વીકાર કરી લે છે.

દિલ્હીના અમનવિહાર પોલીસ સ્ટેશનમાં પ્રારંભે એક વકીલે બીજા વકીલ પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો જ્યારે બીજા કેસમાં બીજા વકીલની પત્નીએ પહેલાં વકીલ ઉપર બળાત્કારનો આરોપ મૂક્યો હતો.બીજા પક્ષ તરફથી પણ ક્રોસ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બન્ને પક્ષોએ એકબીજા ઉપર બળાત્કારનો આરોપ મૂક્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે આવા કેસમાં પૂરું વ્યક્તિત્વ બરબાદ થઇ જાય છે. કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે ન્યાયપાલિકા સાથે જોડાયેલા વકીલ આ પ્રકારની હરકત કરી રહ્યા છે અને ગંભીર અપરાધને સામાન્ય બનાવી રહ્યા છે. બળાત્કાર ફક્ત શરીરનું શોષણ જ નહીં, સમગ્ર વ્યક્તિત્વને બરબાદ કરી દે છે. કોર્ટે જણાવ્યું હતું કે બળાત્કાર જેવા કિસ્સામાં સમજૂતી પછી એફઆઈઆરને રદ કરવાથી આરોપીને એ બાબતનું બળ મળશે કે તે પીડિતો ઉપર પોતાની શરતો મનાવવાનું દબાણ નાખશે અને સમજૂતી કરવા કહેશે. તેનાથી આરોપી માટે ગંભીર આરોપમાંથી બચી નીકળવાનો માર્ગ ખુલશે જેની મંજૂરી આપી શકાય નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular