રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. વડોદરામાંથી આવી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ચોખંડી વિસ્તારમાં જી.ઇ.બી.ની ઓફિસ પાસેથી પસાર થઇ રહેલા એક આધેડને ગાયે ભેટી મારતાં તેઓ 10 ફૂટ દુર ફંગોળાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
#Vadodara #CCTV @CollectorVad #khabargujarat
વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં જી.ઇ.બી.ની ઓફિસ પાસેથી પસાર થઇ રહેલા એક આધેડને ગાયે ભેટી મારતાં તેઓ 10 ફૂટ દુર ફંગોળાયા
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ pic.twitter.com/jCgbpZo86W
— Khabar Gujarat (@khabargujarat) January 1, 2022
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ગત વર્ષ જાહેરસભામાં મેયરની ઢોર પકડવાની ઢીલાશભરી કામગીરીને લઈને ટકોર કરી હતી. ત્યાર બાદ મેયરે 15 દિવસમાં શહેરને ઢોરમુક્ત કરવાની અત્યંત મહત્વકાંક્ષી જાહેરાત કરી દીધી હતી. છતાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. હજુ બે દિવસ પહેલા પણ વડોદરા માંથી રખડતાં ઢોરે વૃદ્ધને અડફેટે લેતા તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.