Friday, December 5, 2025
Homeવિડિઓજોડીયામાં રખડતા પશુનો આતંક, મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત - CCTV

જોડીયામાં રખડતા પશુનો આતંક, મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત – CCTV

જોડિયા ગામના મોટાવાસ વિસ્તારમાં હલીમાબેન બાવલા પાલાણી ઉપર એક રખડતા પશુએ પાછળથી ઢીક મારી હુમલો કર્યો હતો.

- Advertisement -


આ અચાનક હુમલામાં હલીમાબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક સ્તરે ખસેડી, બાદમાં વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે.

સ્થાનિકોમાં આ બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા પશુઓની સમસ્યા વધી રહી છે, જેના કારણે અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. લોકો દ્વારા તંત્રે તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular