રાજકોટ સોની બજારમાં મેઈન રોડ પર આવેલ સોના-ચાંદીના શો-રૂમ માંથી ખરીદી કરવાના બહાને આવેલ મહિલાએ 3કિલો ચાંદી ભરેલ બોક્સની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
દીવાનપરામાં રહેતા અને સોનીબજાર મેઈન રોડ પર જૈન દેરાસર પાસે આવેલા શક્તિ જવેલર્સ નામનો શો-રૂમ ધરાવતા વેપારીના શો-રૂમ માંથી ગઈકાલે બપોરે એક અજાણી ચાર મહિલા ચાંદીના દાગીના ખરીદી કરવા આવી હતી.મહિલાઓ ચાંદીની અલગ-અલગ વસ્તુઓ જોવાના બહાને વેપારીને વ્યસ્ત રાખી એક મહિલા દાગીના ભરેલો કબાટ ખુલ્લો હતો તેમાંથી 3કિલો ચાંદી ભરેલ ડબ્બો ચોરી નાસી છુટી છે. આ ઘટના અંગે વેપારીએ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા CCTVના આધરે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.