રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
વિશ્વ પર ઓમિક્રોન – કોરોનાના ભરડાની સાથે ભારતમાં પણ કોરોનાનો ફરી વિસ્ફોટ થયા છતાં આ વખતે કોરોના વેરિઅન્ટ માઈલ્ડ રહી હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ઓછું રહેતાં ટૂંકાગાળામાં પરિસ્થિતિ અંકુશમાં આવી જવાની અને આ લહેર ટૂંક સમયમાં તેની ટોચ પર પહોંચી ઝડપી કેસોમાં ઘટાડો થવાના અંદાજો તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હાલ તુરત વ્યાજ દરમાં વધારો મોકૂફ રાખવામાં આવશે અહેવાલોએ આર્થિક મોરચે ખાસ મોટો ફટકો નહીં પડવાના મૂકાવા લાગેલા અંદાજોએ ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.
કોરોના – ઓમિક્રોન સંક્રમણમાં ચિંતાજનક વધારાને લઈ પરિસ્થિતિ સ્ફોટક બની રહી હોવા છતાં પોઝિટીવ કેસોમાં વધારો થવાની ઝડપ ધીમી પડતાં અને રિકવરી રેટમાં થઈ રહેલા વધારાને લઈ રાહતે અને કોર્પોરેટ ઈન્ડિયાની ત્રીજા ત્રિમાસિકની સીઝનમાં આઈટી જાયન્ટોના પ્રોત્સાહક પરિણામ જાહેર થતાં અને આ સાથે કોર્પોરેટ ઈન્ડિયાની ત્રીજા ત્રિમાસિકની સીઝન અત્યંત સારા પરિણામોની રહેવાની અપેક્ષાએ અને અન્ય ક્ષેત્રની કંપનીઓ પણ આ વખતે સારા રિઝલ્ટ જાહેર કરશે એવા અંદાજોએ ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીના ચક્રને ગતિમાન રાખીને બીએસઇ સેન્સેક્સને ફરી ૬૧૨૦૦ પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચરેને ૧૮૩૦૦ પોઈન્ટની સપાટી પાર કરાવી હતી.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
ચોક્કસ પ્રકારના ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ પર ચકાસણીના સખત ધોરણોને હળવા કરવા સરકાર વિચારી રહી છે. ચીન ખાતેથી આવતા એફડીઆઈ પર અંકૂશ મૂકવા ભારત સરકારે તાજેતરમાં ઘડી કાઢેલા કેટલાક નિયમો એફડીઆઈ આકર્ષવામાં અવરોધરૂપ બની રહ્યાનું જણાતા સરકાર આ નિયમોને હળવા કરવા વિચારી રહી છે. ભારત સાથે જમીની સરહદ ધરાવતા દેશો ખાતેની કંપનીઓ તરફથી આવતી દરેક એફડીઆઈ દરખાસ્તોની ભારત સરકાર હાલમાં સખત ચકાસણી કરે છે. પડોશી દેશો ખાતેથી ૬ અબજ ડોલરની ઈન્વેસ્ટમેન્ટ દરખાસ્તો અમલદારશાહીમાં અટવાઈ પડયાનું સરકારને જણાતા તેણે પોતાના નિયમો હળવા કરવાની હિલચાલ શરૂ કરી હોવાનું જોવા મળી રહ્યું છે.
ચીન સાથે સરહદી વિવાદ બાદ સરકારે ઈન્વેસ્ટમેન્ટસ માટેના ધોરણોને સખત બનાવ્યા હતા. ચીનની તકવાદી નીતિને ફટકો મારવા સરકારનો આ નિર્ણય આવી પડયો હતો. સરકારે લીધેલા નિર્ણયને પડોશી દેશો ખાસ કરીને ચીન તથા હોંગકોંગ ખાતેથી આવેલી દરખાસ્તોને મંજુર કરવાની માત્રા ધીમી પડી હતી. સખત ધોરણોને કારણે પડોશી દેશો ખાતેના રોકાણકારો માટે ભારતમાં રોકાણ નિર્ણયો લેવાનું કઠીન બની ગયું હતું. ગયા વર્ષના નવેમ્બરના અંત સુધીમાં ૧૦૦ જેટલી દરખાસ્તો જેમાંથી ૨૫ જેટલી દરખાસ્તો જેમાં દરેકમાં એક કરોડ ડોલરથી વધુના ઈન્વેસ્ટમેન્ટસનો ઈરાદો હતો તે સખત ધોરણોને કારણે અટકી પડી હતી.
વૈશ્વિક સ્તરે અમેરિકા દ્વારા વ્યાજ દરમાં સૂચિત વધારા સામે ઊભરતી બજારોએ તૈયાર રહેવાનું રહેશે એમ જણાવી ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા ચેતવણી ઉચ્ચારાઈ હતી કે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષા કરતા વહેલા વધારા વૈશ્વિક નાણાં બજારોને અસર કરી શકે છે એટલું જ નહીં મૂડીનો આઉટફલોસ તથા ચલણમાં ઘસારો જોવા મળવાની પણ શકયતા રહેલી છે. ફુગાવો વર્તમાન વર્ષના અંતે મંદ પડી જવા વકી છે. વૈશ્વિક આર્થિક વિકાસ દરનો અંદાજ આઈએમએફ ૨૫ જાન્યુઆરીના રોજ જારી કરશે. વિદેશી માગ વધી રહેલા નાણાંકીય ખર્ચની અસરને સરભર કરી રહી છે ત્યારે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા નાણાં નીતિને તબક્કાવાર સખત બનાવવાના વ્યૂહે ઊભરતી બજારો પર સાધારણ અસર કરી હોત. પરંતુ, અમેરિકામાં વેતનમાં વધારો અથવા પૂરવઠામાં સતત અવરોધો ભાવમાં અપેક્ષા કરતા ઝડપી વધારો કરાવી શકે છે જેને કારણે અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં અપેક્ષા કરતા ઝડપી વધારો કરી રહ્યું છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૦,૫૬૦.૨૭ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૧,૨૩૧.૦૫ કરોડની ખરીદી તેમજ ૧૩ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૬૫૫૦.૯૦ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૯,૯૦૧.૯૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૫,૪૯૩.૫૯ કરોડની વેચવાલી તેમજ ૧૩ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૧૩૯૦.૮૫ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવી દિશા…. મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ઇક્વિટી બજારોએ મજબૂત રેલી દર્શાવી છે અને નિફ્ટી ફ્યુચર અંદાજીત ૨૪% વધ્યો હતો જ્યારે નિફ્ટી મિડકેપ નિફ્ટી સ્મોલ કેપમાં અંદાજે અનુક્રમે ૪૬% અને ૫૯% સારી કામગીરી દર્શાવી છે. નિફ્ટી ફ્યુચરે ઓક્ટોબર ૨૦૨૧માં ૧૮૬૦૦ની રેકોર્ડ સપાટી દર્શાવી હતી. કોવિડ કેસોમાં ઘટાડો, વેક્સિનેશનમાં ઝડપ તથા આર્થિક પ્રવૃત્તિમાં રિક્વરીના પરિણામે પણ રેલી જોવા મળી હતી. સતત પોઝિટીવ અર્નિંગ્સે બજારની રેલીને ટેકો આપ્યો હતો. પરંતુ ઓક્ટોબરમાં નવી ઊંચી સપાટી હાંસલ કર્યા બાદ, છેલ્લા બે મહિનામાં નિફટીમાં ૧૦%થી વધુનું કરેક્શન આવ્યું હતું. વૈશ્વિક પરિબળોને પરિણામે આ કરેકશન જોવાયું હતું. ફેડરલની ટેપરની જાહેરાત બોન્ડ યીલ્ડસમાં વધારો, કોમોડિટીના ઊંચા ભાવ તથા અમેરિકન ડોલરમાં સુધારા જેવા પરિબળો પાછળ કરેક્શન જોવાયું હતું.
કોરોનાના નવા વેરિએન્ટ-એમિક્રોનની ચિંતાને પગલે વૈશ્વિક ઇક્વિટીઝમાં માનસ ખરડાયું છે. આ વેરિએન્ટને લઈને અનિશ્ચિતતાએ છેલ્લા બે મહિનામાં ભારે વોલેટિલીટી ઉભી કરી હતી. ભારે કરેક્શન છતાં ભારતે એમએસસીઆઈ ઇએમ ઇન્ડેક્સની સરખામણીએ સારી કામગીરી દર્શાવી છે. કેટલાક હાઈ ફ્રિકવન્સી ઇન્ડીકેટર્સ કોરોના પહેલાના સ્તરને પાર કરી ગયા હતા. નાણાં વર્ષ ૨૦૨૧ના બીજા ત્રિમાસિક ગાળાથી કોર્પોરેટ અર્નિંગ્સ અપેક્ષા કરતા સારા રહ્યા છે. નાણાં વર્ષ ૨૦૨૨ના બીજા ત્રિમાસિક ગાળામાં કોમોડિટીઝના ઊંચા ભાવ છતાં પણ કોર્પોરેટ અર્નિંગ્સ મજબૂત રહ્યા છે. કાચા માલના ઊંચા ભાવને કારણે માર્જિન પર અસર પડતાં કંપનીઓને ભાવ વધારવાની ફરજ પડી હતી. નવા અર્નિંગ સાયકલમાં પ્રવેશી રહ્યા છે ત્યારે આવક વૃદ્ધિ જળવાઈ રહેવાની અપેક્ષા છે. ઓમિક્રોન વેરિએન્ટને કારણે શક્ય જોખમો તથા ધૂંધળા વૈશ્વિક પરિબળોને કારણે બજારનો ટ્રેન્ડ વોલેટાઈલ રહી શકે છે તેમ છતાં લાંબે ગાળે, પોઝિટિવ ઇકોનોમિક ડેટા સાથે આવકમાં મજબૂત વૃદ્ધિ ભારતીય શેરબજારની તેજીમાં મુખ્ય ભાગ ભજવશે.
મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૮૨૮૨ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૦૮૮ પોઇન્ટના પ્રથમ અને ૧૮૦૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૮૩૦૩ પોઇન્ટથી ૧૮૩૭૩ પોઇન્ટ, ૧૮૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૮૪૦૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૮૪૪૬ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૦૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૭૭૭૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૮૫૭૫ પોઇન્ટથી ૩૮૮૦૮ પોઇન્ટ, ૩૯૦૦૯ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૯૦૦૯ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) ટાટા કેમિકલ ( ૧૦૩૪ ) :- કોમોડિટી કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૦૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૧૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) ઈન્ડસઈન્ડ બેન્ક ( ૯૧૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૯૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૮૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૩૩ થી રૂ.૯૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) સિપ્લા લિમિટેડ ( ૯૧૮ ) :- રૂ.૮૯૮ નો પ્રથમ તેમજ રૂ.૮૮૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૯૩૩ થી રૂ.૯૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) ભારતી એરટેલ ( ૭૨૧ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૬૮૩ ) :- રૂ.૬૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૫૬ ના સ્ટોગ સપોર્ટથી આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૬૯૬ થી રૂ.૭૦૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) અમર રાજા બેટરી ( ૬૪૨ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૬૨૬ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૬૫૬ થી રૂ.૬૭૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) સન ટીવી નેટવર્ક ( ૫૧૬ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૪૮૪ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૫૩૭ થી રૂ.૫૫૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) કેડિલા હેલ્થકેર ( ૪૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૨૪ આસપાસ રોકાણકારે રૂ.૪૬૪ થી રૂ.૪૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૪૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) ટેક મહિન્દ્ર ( ૧૭૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૭૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૬૩ થી રૂ.૧૭૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) એચડીએફસી બેન્ક ( ૧૫૪૬ ) :- આ સ્ટોક રૂ.૧૫૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૪૯૪ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૯૦ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) અદાણી પોર્ટ ( ૭૮૭ ) :- ૧૨૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૭૦ નો પ્રથમ તેમજ રૂ.૭૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૯૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૦૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૦૨૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૦૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૪૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) સિપ્લા લિમિટેડ ( ૯૨૨ ) :- રૂ.૯૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૬૪ ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) ઓરબિંદો ફાર્મા ( ૬૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૧૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૨૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૬૮૬ થી રૂ.૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૩૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
૧) જેટીઈકેટી ઈન્ડિયા ( ૯૫) :- ઓટો પાર્ટ્સ & ઈક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૩ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) એનસીસી લિમિટેડ ( ૭૮ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે કન્સ્ટ્રકશન & ઈજનેરી સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૨ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૩ થી રૂ.૯૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) ટ્રાઈડન્ટ લિમિટેડ ( ૬૪ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૭ નો પ્રથમ તેમજ રૂ.૫૨ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેક્ષટાઈલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૬૮ થી રૂ.૭૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) બેન્ક ઓફ ઈન્ડિયા ( ૫૪ ) :- રૂ.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૨ થી રૂ.૬૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૫ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
નિફટી ફયુચર રેન્જ ૧૮૦૦૮ થી ૧૮૩૭૩ પોઇન્ટ ધ્યાને લેવી…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )