Sunday, December 22, 2024
Homeબિઝનેસશેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી રૂખ યથાવત્...!!

શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી રૂખ યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૩.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૦૨૫.૪૮ સામે ૫૧૪૦૪.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૦૪૮.૯૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૧.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૪.૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૨૭૯.૫૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૧૩૪.૭૫ સામે ૧૫૨૫૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૧૩૧.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૧.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૮.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૨૦૩.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

માર્ચ માસના પ્રારંભથી જ ભારતીય શેરબજારમાં બેતરફી અફડા તફડી જોવાઈ રહી છે. આજે સપ્તાહના ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો, પરંતુ દરેક ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા તેજી મર્યાદીત રહી હતી. વૈશ્વિક શેરબજારમાં સુધારો, ક્રૂડ ઓઇલના ભાવ બે વર્ષની ઊંચી સપાટીએથી ઘટતાં અને ક્રિસિલ દ્વારા જીડીપીના અંદાજમાં સુધારા સાથે આઇટી અને ટેક શેરોની આગેવાની આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ આગળ વધી હતી. છેલ્લા કેટલાક દિવસથી વૈશ્વિક સ્તરે હેજ ફંડો દ્વારા મોટા પાયે રિશફલિંગ સાથે બુલિયન, ક્રૂડ, શેરબજાર, બોન્ડ માર્કેટમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે.

- Advertisement -

એક તરફ આર્થિક ગ્રોથ સુધરવાની આશા છે તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. ભારતીય અર્થતંત્ર કોરોનાના મહામારીના કપરા કાળમાંથી બહાર આવવાના પ્રયાસ કરી રહ્યું છે ત્યારે સતત બીજા વર્ષે પણ દહેશત ઊભી થઈ છે. આગામી દિવસોમાં ઓધૌગિક રાજ્યમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ નિર્માણ થશે તો આર્થિક ગ્રોથને અસર થઈ શકે છે અને વધુ રાહતના પગલાં લેવા માટે સરકાર પર નવો બોજો વધારી શકે છે અને આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ જોવાશે. એક તરફ કોરોનાની અનિશ્ચિતતા છવાયેલી છે તો બીજી તરફ ક્રૂડને કારણે પણ બજારમાં ઊચાટ રહ્યો છે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, યુટિલિટીઝ, ઓઇલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૫૦ અને વધનારની સંખ્યા ૧૬૨૯ રહી હતી, ૧૭૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના વાઈરસ સંક્રમણમાં ફરી દેશના વિવિધ રાજયો મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિતમાં ચિંતાજનક વધારાના પરિણામે દેશના આર્થિક વિકાસને ફટકો પડવાના અને વૈશ્વિક મોરચે બોન્ડ માર્કેટમાં અમેરિકા પાછળ થવા લાગેલી અફડાતફડીને પગલે વૈશ્વિક શેરબજારોમાં જોવાઈ રહેલી સાવચેતીને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ બે-તરફી વધઘટની ચાલ વચ્ચે તકેદારી રાખવી જરૂરી બની રહેશે. ૧૨,માર્ચ ૨૦૨૧ના રોજ ભારતના જાન્યુઆરી મહિના માટેના આઇઆઇપી, ફુગાવા અને નિકાસના જાહેર થનારા આંકડા, રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ, ક્રુડ ઓઈલના વધતાં ભાવ, ચાઈના અને અમેરિકાના ફુગાવાના આંકડા અને યુરોપમાં યુરોપીય સેન્ટ્રલ બેન્ક આવતી કાલે ૧૧,માર્ચ ૨૦૨૧ના મળનારી મીટિંગ પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે. તા.૧૧.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૦.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૨૦૩ પોઈન્ટ :-આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૧૫૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૧૬૦ પોઈન્ટ થી ૧૫૧૦૫ પોઈન્ટ ૧૫૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૦.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૯૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૫૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૧૬૦ પોઈન્ટ થી ૩૬૩૬૦ પોઈન્ટ, ૩૬૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • માઈન્ડટ્રી લિમિટેડ ( ૧૯૦૦ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૪૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૪૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૪૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૦૫ થી રૂ.૧૫૧૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટીવીએસ મોટર ( ૬૦૭ ) :- રૂ.૫૮૭ નો પ્રથમ તેમજ રૂ.૫૭૫ ના બીજા સપોર્ટથી 2/3 વ્હીલર્સ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૨૨ થી રૂ.૬૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૪૧૬ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૩૩ થી ૪૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૩૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ  ( ૩૪૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક એલ્યુમિનિયમ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૫૭ થી રૂ.૩૬૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૩૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમર્શિયલ વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૧૨૩ ) :- રૂ.૧૧૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૬૫ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ. ૧૦૯૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૪૪ થી રૂ.૧૦૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • અમરરાજા બેટરી ( ૯૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૮૮ થી રૂ.૮૭૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૨૯ ) :- ૭૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૧૩ થી રૂ.૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular