Thursday, November 21, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ઉછાળે સાવચેતીનો માહોલ...!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ઉછાળે સાવચેતીનો માહોલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૯.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૦૦૫.૨૭ સામે ૫૯૧૬૬.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૮૭૮.૩૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૦૦.૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૭.૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૯૨૭.૩૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૫૯.૩૦ સામે ૧૭૫૫૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૫૨૧.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૫૬૭.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કોરોના વાયરસ મહામારીનો સામનો કરી ચુકેલુ ભારતીય અર્થતંત્ર મજબૂતી સાથે પાટા પર આવી રહ્યું છે. વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ બાઈંગ કાર્યક્રમ સંદર્ભે અપનાવાયેલ હળવા વલણની અને અર્થતંત્રને સ્પર્શતા વિવિધ આંકડામાં સુધારો, સાનુકૂળ કોર્પોરેટ પરિણામો તેમજ રિઝર્વ બેંક દ્વારા નાણાંકીય નીતિમાં અપનાવાયેલ નરમ વલણની બજાર પર સાનુકૂળ અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત બજારમાં રિટેલ રોકાણકારોની વધતી સંખ્યા અને લિક્વિડિટીની તરલતાના કારણે બજારની તેજીએ વેગ પકડયો હતો. જોકે આજે બે તરફી અફડા તફડીના અંતે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ ત્રીજી લહેરની ચિંતાને અવગણીને ભારતીય શેરબજારમાં ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ધમાકેદાર ખરીદીના સથવારે સેન્સેક્સ, નિફટી નવા ઈતિહાસ રચી રહ્યા છે. ઔદ્યોગિક – આર્થિક વિકાસ પર ફોક્સ કરીને સરકાર દેશના અર્થતંત્રને અનલોક સાથે ઝડપી વિકાસના પંથે લઈ જવા નિર્ણયો લઈ રહી છે. કોરોના મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા જાહેર થયેલા જૂન ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક રહેતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું પણ દેશની ઈક્વિટીઝ માર્કેટમાં જંગી રોકાણ આવી રહ્યું છે. આમ વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારે આગેકૂચ જોવા મળી રહી છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ફાઈનાન્સ, યુટિલિટીઝ, એફએમસીજી અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૪૦ અને વધનારની સંખ્યા ૨૦૯૯ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના કાળમાં લોકડાઉન પછી શેરબજારમાં જોવા મળી રહેલી તેજીના કારણે વિક્રમી સ્વરૂપમાં રોકાણકાર શેરબજારમાં આવી રહ્યા છે. પુષ્કળ નાણા પ્રવાહિતા, ઘટી રહેલા આવકના સાધનો અને મોંઘવારી કરતા નીચા વ્યાજના દરના કારણે વધુને વધુ લોકો જોખમ લઇ શેરબજાર તરફ વળી રહ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના આંકડા અનુસારએક વર્ષમાં દૈનિક ૬૯,૮૪૬ નવા રોકાણકારો એક્સચેન્જ ઉપર નોંધણી કરી રહ્યા છે. આજે બીએસઈ ઉપર નવા રોકાણકારોની સંખ્યા આઠ કરોડને પાર કરી ગઈ હતી. બીએસઈ ઉપર માત્ર નવ મહિનામાં જ નવા બે કરોડ જેટલા રોકાણકારો જોડાયા હોવાનું એકસચેંજે જણાવ્યું હતું.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર પણ નવા ગ્રાહકોની નોંધણી વધી રહી છે. જૂન ૨૦૨૦માં માત્ર ૫.૬૪ લાખ નવા ગ્રાહકો સામે મેં ૨૦૨૧માં નવા ૧૪.૮૪ લાખ ગ્રાહકો જોડાયા છે. રોકડ બજારમાં કુલ ટર્નઓવરમાં રીટેલ ઇન્વેસ્ટરનો હિસ્સો એનએસઈ ઉપર વર્ષ ૨૦૧૯-૨૦માં ૩૩% હતો જે વર્ષ ૨૦૨૦ – ૨૧માં વધી ૪૪% થઇ ગયો છે. ઉપરાંત ઇક્વિટીમાં સીધું કે મ્યુચ્યુઅલ ફંડ થકી રોકાણ પણ વિશ્વભરમાં છેલ્લા દોઢ વર્ષથી વધી રહ્યું છે. આગામી દિવસોમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર હાલ તુરત ચિંતાજનક નહીં હોવા છતાં વૈશ્વિક કેટલાક દેશોમાં વધતાં કેસોને લઈ સંક્રમણની સ્થિતિ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૩.૦૯.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૨.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૫૬૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૭૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૬૦૬ પોઈન્ટ થી ૧૭૬૭૬ પોઈન્ટ ૧૭૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૨.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૧૦૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૭૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૦૦૭ પોઈન્ટ થી ૩૬૯૩૦ પોઈન્ટ, ૩૬૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઈન્ડીગો ( ૨૧૯૩ ) :- એરલાઈન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૦૮ થી રૂ.૨૨૧૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૮૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૭૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૨૨ થી રૂ.૧૮૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • લાર્સન & ટુબ્રો ( ૧૭૧૪ ) :- રૂ.૧૬૯૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૮૬ ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રકશન & ઇજનેરી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૫૪૬ ) :- ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૩ થી રૂ.૧૫૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૧૫ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૦૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૨૩ થી રૂ.૮૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • HDFC બેન્ક ( ૧૫૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૨૭ થી રૂ.૧૫૧૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૩૦૫ ) :- રૂ.૧૩૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૩૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૭૯ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૬૯ થી રૂ.૯૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા કેમિકલ ( ૮૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૩૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી પોર્ટ ( ૭૪૫ ) :- ૭૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૬૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૩૭ થી રૂ.૭૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular