ટ્રમ્પનું ટેરીફવોર, ઈઝરાયેલ તેમજ રસિયા-યુક્રેન યુધ્ધ તેમજ નબળા વૈશ્વિક પરિબળોને અવગણીને ભારતીય શેરબજારે સાપ્તાહિક કમાલ કરી છે. આજે શુક્રવારે પુરા થયેલા સપ્તાહમાં નિફટીએ છેલ્લાં ચાર વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાવ્યો છે. આ સપ્તાહે નિફટી 4.27 ટકા ઉછળીને 23,350 ના સ્તરે બંધ આવ્યો છે. અગાઉ ફેબુ્રઆરી-2021 માં એક સપ્તાહમાં નિફટી 9.46 ટકા ઉછળ્યો હતો.

ઓકટોબરથી શરૂ થયેલો મંદીનો દોર હવે સમાપ્ત થવા જઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જો કે, ચાર્ટ પર હજુ ટ્રેન્ડ રિવર્સલના સ્પષ્ટ સંકેતો અને ક્ધફર્મેશન જણાઈ રહ્યું નથી. છેલ્લાં પાંચ મહિનાથી એકધારી વેચવાલી કરી રહેલા વિદેશી રોકાણકારો (FII) ના સેન્ટીમેન્ટમાં પણ પરિવર્તન આવ્યું છે. અવિરત વેંચાણ બાદ વિદેશી રોકાણકારો ખરીદાર બન્યા છે. જેને કારણે આ સપ્તાહમાં ચાર વર્ષમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે.
નિફ્ટીએ બે મહિનામાં પ્રથમ વખત 23,400 ઇન્ટ્રા-ડે તોડ્યો અને પછી 160 પોઈન્ટ વધીને 23,350 પર બંધ થયો. સેન્સેક્સ 557 પોઈન્ટ વધીને 76,906 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી બેંક 531 પોઈન્ટ વધીને 50,594 પર પહોંચી ગયો. વ્યાપક બજારોએ ગતિ જાળવી રાખી, મિડકેપ ઇન્ડેક્સ 706 પોઈન્ટ વધીને 51,851 પાસે પહોંચ્યો છે.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, આ તેજીમાં કેટલું જોર છે ? નિફટી હાલ તેના રજીસ્ટન્સ નજીક પહોંચ્યો ગયો છે. ત્યારે આગામી સપ્તાહ ખૂબ જ મહત્વનું બની રહેશે. જો નિફટી 23,400 ના લેવલને બ્રેક કરીને આગળ વધે છે તો 23,800 અને ત્યારબાદ 24,100 સુધીની રેંજ ખુલ્લી જશે જ્યારે 23,000 અને 22,750 ના લેવલ સપોર્ટ તરીકે કામ કરી શકે છે.
આ અઠવાડિયાના ઉછાળા પછી નિફ્ટી 26,277 ના તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી લગભગ 11 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. દરમિયાન, સેન્સેક્સ 85,978 ના તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી 10 ટકાથી વધુ નીચે છે.
ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.