Tuesday, December 24, 2024
Homeબિઝનેસમહાયુધ્ધની દહેશતથી વિશ્વભરના બજારોમાં હાહાકાર

મહાયુધ્ધની દહેશતથી વિશ્વભરના બજારોમાં હાહાકાર

ભારત સહિત યુરોપ, અમેરિકાના શેરબજારોમાં મસમોટા કડાકા : યુક્રેન ટેન્શનને પગલે આજે ખુલતાં વેતજ ભારતીય શેરબજાર પણ ધડામ : સેન્સેકસમાં 1350 અને નિફટીમાં 3પ0 પોઇન્ટનું જબ્બર ગાબડું : ક્રુડની તોફાની તેજી, ભારત માટે સર્જી રહી છે મુશ્કેલી

- Advertisement -

યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવની અસર ભારત સહિતના વિશ્વબજારમાં જોવા મળી રહી છે. SGX નિફ્ટીના સંકેતો અનુસાર જ બેંચમાર્ક ઇન્ડાયસિસ 2 ટકાથી વધુના કડાકે ખુલ્યા છે. બીએસઇ સેન્સેકસ 1250 અંક નીચે 58430ના લેવલે અને નિફટી 50 360 અંક નીચે 16845ના સ્તરે જોવા મળી રહ્યા છે.

- Advertisement -

બ્રોડર માર્કેટમાં વધુ ખાનાખરાબી જોવા મળી રહી છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.87 ટકા, 440 અંક તૂટયો છે ત્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 600 અંક, 2.25 ટકા તૂટ્યો છે. શરૂઆતી તબક્કામાં બીએસઇ ખાતે 2110 ઘટનારા શેરની સામે માત્ર 300 શેર જ વધીને કામકાજ કરી રહ્યાં છે. 148 શેરમાં આજે 52 સપ્તાહનું નવું તળિયું જોવા મળી રહ્યું છે.
HDFCમાં 1730 કરોડની બ્લોકડીલ દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિમિટેડમાં મંગળવારે સવારના સત્રમાં જ મોટી બ્લોકડીલ જોવા મળી છે. આ સોદામાં 71 લાખ શેરનો હાથ બદલો થયો છે જેનું કુલ મૂલ્ય 1730 કરોડ રૂપિયા હતુ. જોકે આ શેર કોણે વેચ્યા અને કોણે ખરીદ્યા તેની માહિતી જાહેર નથી થઇ.

યુરોપમાં યુક્રેન ઉપર સંભવિત હુમલો થવાની વધી ગયેલી શક્યતા તેમજ યુક્રેનના એક પ્રાંતને રશિયાએ આપેલી માન્યતા વચ્ચે યુદ્ધની ભીતિ વધી છે. યુધ્ધ જોખમ વધી જતાં પુરવઠો ઘટશે એવી ચિંતામાં ક્રૂડ ઓઇલના ભાવ 97 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે. બીજી તરફ એશિયાઇ શેરબજરોમાં કડાકો બોલી ગયો છે. જાપાનમાં નીક્કાઈ ઇન્ડેક્સ 600 પોઇન્ટ, હોંગકોંગમાં હેંગ સેંગ 727 પોઇન્ટ, દક્ષિણ કોરિયામાં કોસ્પી 60 પોઇન્ટ તૂટયા છે. ભારતમાં શેરબજારમાં ઘટાડો જોવા મળે એવી શક્યતા છે કારણ કે સિંગાપોરમાં નિફ્ટી ફ્યુચર ઇન્ડેક્સ 218 પોઇન્ટ ઘટેલો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular