Saturday, December 21, 2024
Homeબિઝનેસદિવાળી પહેલાં શેરબજારમાં તેજીની જોરદાર આતશબાજી

દિવાળી પહેલાં શેરબજારમાં તેજીની જોરદાર આતશબાજી

માત્ર ત્રણ સેશનમાં સેન્સેકસમાં 2000 અને નિફટીમાં પ00 થી વધુ પોઇન્ટનો રેકોર્ડબ્રેક ઉછાળો : નિષ્ણાંતોના મતે અકારણની તેજી હવે રોકાણકારો માટે જોખમી

- Advertisement -

ભારતીય શેરબજારમાં દિવાળી પહેલાં દિવાળી આવી હોય તેવા માહોલ વચ્ચે તેજીની જોરદાર આતશબાજી થઇ રહી છે. છેલ્લા 3 શેસનમાં સેન્સેકસમાં 2000 જયારે નિફટીમાં પ00 થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. બીજી તરફ શેરબજારમાં અકારણની તેજીને નિષ્ણાંતો જોખમી ગણાવી રહયા છે.

ભારતીય બજાર હાલના તબકકે ઓવરબોટ પોઝિશનમાં હોય રોકાણકારોને સાવધાની રાખવા સલાહ આપવામાં આવી રહી છે. ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 530 અંક વધી 61836 પર કારોબાર કર રહ્યો છે. જ્યારે નિફ્ટી 159 અંક વધી 18498 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ, ટાઈટન કંપની, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ 2.13 ટકા વધી 1402.90 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 1.95 ટકા વધી 1748.90 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, ડો.રેડડી લેબ્સ, એચડીએફસી સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 0.88 ટકા ઘટી 3267.75 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ઓટો 0.54 ટકા ઘટી 3943.80 પર કારોબાર કરી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular