Thursday, November 21, 2024
HomeબિઝનેસStock Market Newsશેરબજારમાં તેજીનો આખલો ભૂરાયો

શેરબજારમાં તેજીનો આખલો ભૂરાયો

- Advertisement -

કેન્દ્ર સરકારનાં સામાન્ય બજેટનાં દિવસે નબળા રહેલા શેરબજારમાં આજે ફરી જાન આવી હોય તેમ તેજીની રોનક છવાઈ હતી. ચૂંટણી છતાં કોઈ પ્રલોભનો નહી આપીને માત્ર વિકાસ પર જ ફોકસ રાખવાની સરકારે હિંમત કરી હોવાની બાબતને વધાવવામાં આવી હોય તેમ સેન્સેકસમાં 1300 પોઈન્ટથી અધિકની તેજી થઈ હતી.

- Advertisement -

શેરબજારમાં આજે શરૂઆત જ ગેપ-અપ હતી. હેવીવેઈટ સહીત મોટાભાગનાં ક્ષેત્રોનાં શેરોમાં ધુમ લેવાલી હતી. ચૂંટણી વર્ષ છતાં સરકારે લોકપ્રિય પગલા લીધા નથી તેના આધારે મોદી સરકારને ફરીથી ચુંટાવાનો ભરોસો હોવાનું ગણિત નિષ્ણાંતો માંડી રહ્યા છે.

ચૂંટણી બાદ સરકાર વિકાસને વેગ આપતા વધુ મહત્વપૂર્ણ કદમ ઉઠાવશે. ભારતની વિકાસની ગાડી પુરપાટ દોડશે. તેવા આશાવાદ હેઠળ માર્કેટમાં તેજીનો ધમધમાટ હતો જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે આર્થિક વિકાસ અને રાજકીય સ્થિરતામાં કોઈ જોખમ ન હોવાનું વચગાળાનાં બજેટ પરથી સુચવાય છે અને તેનાં પ્રભાવ હેઠળ માર્કેટ ફરી તેજીનાં માર્ગે ચડી ગયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

- Advertisement -

શેરબજારમાં આજે મોટાભાગનાં શેરો ધુમ લેવાલીથી ઉંચકાયા હતા. જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, મહીન્દ્ર, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ,સ્ટેટ બેન્ક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઈટન, અલ્ટ્રાટ્રેક સીમેન્ટ, એશીયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, અદાણી પોર્ટ, ભારત પેટ્રોલીયમ હીરો મોટો જેવા શેરો ઉંચકાયા હતા.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ફરી વખત 72000 ની સપાટીને પાર થઈ ગયો હતો અને 815 પોઈન્ટના ઉછાળાથી 72460 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 400 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular