ઓસ્ટ્રેલિયામાં લોકશાહીના લિરા ઉડાડી દેવા સમાન ઘટના પ્રકાશમાં આવી છે.જે મુજબ પ્રજાના પ્રતિનિધઓ માટેના મંદિર સમાન ગણાતા સંસદ ભવનના પરિસરમાં જ એક મહિલા ઉપર બળાત્કાર થયો છે.જે માટે પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરિસને માફી માંગતા જણાવ્યું છે કે આવી ઘટના બનવી ન જોઈએ.હું માફી માંગુ છું તથા આ બાબતે પુરેપુરી તપાસ કરાવવાની ખાત્રી આપું છું.
માર્ચ 2019 બનેલી ઘટના મુજબ પીડિત મહિલાએ જણાવ્યું હતું કે ડિફેનસ મિનિસ્ટર લિન્ડા રેનોલ્ડ્સની ઓફિસમાં તેના સહકર્મીએ તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.જે અંગે તેણે પોલીસને જાણ કરી હતી. તેમજ ડિફેન્સ મિનિસ્ટરના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી. પરંતુ પોતાની કેરિયર બરબાદ થવાના ડરથી ફરિયાદ નોંધાવી નહોતી.પોલીસે પણ આ બાબતને સમર્થન આપ્યું હતું.તેમજ ડિફેન્સ મિનિસ્ટરે પણ સમર્થન આપ્યું હતું.
આથી પ્રાઈમ મિનિસ્ટર મોરિસને આ બાબતે તપાસ કરવાની ખાત્રી આપવાની સાથે જણાવ્યું હતું કે વર્ક પ્લેસ ઉપર મહિલાઓની સુરક્ષાની પુરેપુરી કાળજી રખાશે.