Monday, January 12, 2026
Homeરાજ્યહાલારલ્યો બોલો...ફીડરપોલ પરના 23 ગાળામાંથી 2760 મીટર વાયરની ચોરી

લ્યો બોલો…ફીડરપોલ પરના 23 ગાળામાંથી 2760 મીટર વાયરની ચોરી

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામથી શેઠવડાળા તરફ જવાના માર્ગ પર આવેલા 11 કે.વી. રાતીધાર ખેતીવાડીના પોલ પરના 23 ગાળાના 2760 મીટર વીજવાયરો અજાણ્યા તસ્કરો કોઇ તિક્ષ્ણ હથિયાર વડે કાપી ચોરી કરી ગયા હતાં.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામથી શેઠવડાળા ગામ તરફ જવાના માર્ગ પર પ્રેરણા સ્કૂલની બાજુમાં રહેલા 11 કે.વી. રાતીધાર ખેતીવાડી ફીડરના 23 ગાળામાંથી લગડેલા આશરે રૂા.70 હજારની કિંમતના 2760 મીટર વીજવાયર અજાણ્યા તસ્કરો કોઇ તિક્ષ્ણ હથિયાર કે ધારદાર કટ્ટર વડે કાપીને ચોરી કરી ગયા હતાં. પોલ પર લગાડેલા વીજવાયરો આશ્ર્ચર્યજનક રીતે ચોરી થયાના બનાવ અંગે જામજોધપુર પીજીવીસીએલના નાયબ ઈજનેર શીરીષકુમાર પટેલ દ્વરારા જાણ કરાતા પીએસઆઈ વાય.આર. જોશી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તપાસ આરંભી ચોરીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular