Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતધો.9 થી 12ની પરીક્ષા 19 માર્ચથી શરુ, કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ માટે...

ધો.9 થી 12ની પરીક્ષા 19 માર્ચથી શરુ, કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર

- Advertisement -

ગુજરાતમાં આગામી 19 માર્ચથી 27 માર્ચ દરમિયાન ધો.9થી ધો.12ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવશે. પરંતુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહે છે અને જે શાળાઓ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે ત્યાં પરીક્ષા નહી યોજવામાં આવે. આવા વિદ્યાર્થીઓની પરીક્ષા બાદમાં લેવામાં આવશે.

- Advertisement -

શિક્ષણ વિભાગ દ્રારા લેવામાં આવેલ નિર્ણયમાં જણાવવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહે છે તેઓની પરીક્ષા નહી લેવામાં આવે. કન્ટેન્ટમેન્ટ ઝોન રદ થશે ત્યારે શાળાઓ દ્રારા નવું પ્રશ્નપત્ર કાઢીને તેમની પરીક્ષા લેવામાં આવશે. અને જો કોઈ શાળા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોય તો એ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત થયા બાદ પરીક્ષાનું આયોજન કરી શકે છે. કોરોનાને કારણે કોઈ બાળકને અન્યાય ન થાય એ માટે કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં પરીક્ષા ફરીથી યોજવાની જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન. રાજગોર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નપત્રોના 80 માર્ક્સ રહેશે, જ્યારે પ્રથમ પરીક્ષામાં 50 માર્ક્સ રહેશે તેમજ આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે. 

બોર્ડ દ્વારા ધો.9 થી12માં 30 ટકા અભ્યાસક્રમ ઘટાડી દેવાયો છે. સ્કૂલો બોર્ડ દ્વારા જાહેર કરાયેલા 70 ટકા અભ્યાસક્રમ મુજબ અને નવા પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ પરીક્ષા લેવાની રહેશે. ચાલુ શૈક્ષણિક વર્ષે બીજા સત્રની પરીક્ષા નહી લેવાય. આ વર્ષે બીજા સત્રની પરીક્ષા જ થનારી ન હોવાથી માત્ર પ્રથમ સત્રના પરિણામમાંથી આંતરિક મૂલ્યાંકનના ગુણ સ્કૂલોએ મૂકવાના રહેશે.

- Advertisement -

ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે અને વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15મી જૂન વચ્ચે યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular