Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં બ્રિલિયન્ટ સ્કૂલનું 94.06 ટકા પરિણામ

ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં બ્રિલિયન્ટ સ્કૂલનું 94.06 ટકા પરિણામ

99.96 પીઆર સાથે સોનગ્રા શિતુએ મેળવ્યો એ-1 ગ્રેડ

- Advertisement -

ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 99.96 પીઆર સાથે એ-1 ગ્રેડ મેળવી સોનગ્રા શિતુ શૈલેષભાઇએ જામનગર તથા તેના પરિવારનું ગૌરવ વધાર્યું છે.મજૂરીકામ કરતાં શૈલેષભાઇની પુત્રી શિતુએ જણાવ્યું હતું કે, તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે ફી ભરવી પણ મુશ્કેલ હતી. આમ છતાં તેમના પરિવારે તેને હિંમત આપી અને શાળાના વિશેષ સહકારથી તેણે આ ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. વિજ્ઞાન પ્રવાહ માટે શાળામાં એકપણ રૂપિયાની ફી ન ભરી હોવાનું પણ તેણે જણાવ્યું હતું. આમ આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં જાત મહેનત અને અભ્યાસ પ્રત્યેની રૂચિથી શિતુએ ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. તેને ફિઝિક્સમાં 96, કેમેસ્ટ્રિમાં 96 તથા બાયોલોજીમાં 97 ગુણ મેળવ્યા હતાં. તેમજ ગુજકેટમાં ફિઝિક્સમાં 40માંથી 40 ગુણ અને બાયોલોજીમાં 36.25 ગુણ મેળવ્યા છે. શાળા ઉપરાંત ઘરે 3-4 કલાક મળી દરરોજ સરેરાશ 13 થી 14 કલાક વાંચન કરનાર શિતુએ એમબીબીએસમાં જવાની ઇચ્છા દર્શાવી હતી.

- Advertisement -

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular