Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતધો.10-12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરવામાં આવશે

ધો.10-12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરવામાં આવશે

કોર્સ ઘટાડવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી

- Advertisement -

ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની બોર્ડ પરીક્ષા આ વર્ષે સમયસર માર્ચમાં જ લેવાનાર છે પરંતુ બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાવાનું શરૃ થશે.કારણકે હજુ સુધી સ્કૂલોમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શિક્ષણ ચાલી રહ્યુ છે અને પ્રવેશ પણ મોડે સુધી થયા છે તેમજ આજે 18મીથી પ્રથમ સત્ર પરીક્ષા શરૃ થઇ ચૂકી છે.

- Advertisement -

ધો.10-12ની બોર્ડ પરીક્ષા માટે દર વર્ષે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઓક્ટોબરમા ફોર્મ ભરાવાના શરૃ થઈ જતા હોય છે અને એક મહિના સુધી નિયત મુદત સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલે છે ત્યારબાદ લેઈટ ફી વગર અને લેઈટ ફી સાથે મુદત વધારાતા ડિસેમ્બર અંત સુધી ફોર્મ ભરાતા હોય છે.ધો.10-12માં 17થી18 લાખ રેગ્યુલર-રીપિટર સહિતના વિદ્યાર્થીઓના દર વર્ષે ફોર્મ ભરાય છે.કોરોનાને લીધે માર્ચ 2021ની બોર્ડ પરીક્ષાઓ મેમાં પણ ન લેવાતા અંતે બોર્ડ પરીક્ષાઓ રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે રદ થતા માસ પ્રમોશન આપી દેવાયુ હતુ પરંતુ પરીક્ષાના ફોર્મ ફેબુ્રઆરી સુધી ભરાઈ ગયા હતા.ગત વર્ષે કોરોનાને લીધે ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ મોડી શરૃ થઈ હતી અને મોડે સુધી ચાલી હતી.આ વર્ષની બોર્ડ પરીક્ષા એટલે કે 2022માં લેવાનારી ધો.10-12ની બોર્ડ પરીક્ષા સમયસર માર્ચમાં જ લેવામા આવનાર છે.પરંતુ બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ જ ભરાશે અને લગભગ 15 નવેમ્બર પછી પ્રક્રિયા શરૃ થાય તેવી શક્યતા છે.હાલ ધો.9થી12માં સ્કૂલો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચાલી રહી છે.

ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલે જતા નથી અને ઘરેથી ઓનલાઈન ભણી રહ્યા છે.ઉપરાંત કોરોનાને લીધે આ વર્ષે સપ્ટેમ્બર અંત સુધી પ્રવેશ થયા છે.આવતીકાલે 18મીથી પ્રથમ સત્ર પરીક્ષાઓ ધો.9થી12માં શરૃ થનાર છે.જેથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા પણ સ્કૂલો અને બોર્ડ પાસે આવી જશે.મહત્વનુ છે કે ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો કોર્સ નહી ઘટાડવામા આવે અને પુરા કોર્સ પ્રમાણે જ બોર્ડ પરીક્ષા લેવાશે તેવુ બોર્ડે અગાઉ સ્પષ્ટ કરી દીધુ છે અને આ બાબતે સ્કૂલોને પરિપત્ર પણ કરી દીધો છે.પરંતુ સીબીએસઈની જાહેરાત બાદ વાલીઓ-વિદ્યાર્થીઓમાં કોર્સ ઘટાડા બાબતે માંગ ઉઠી છે ત્યારે આ મુદ્દે સરકાર કમિટીની રચના કરી કોર્સ ઘટાડો કરે તેવી શક્યતા છે પરંતુ હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવાયો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular