જામનગર ખાતે વસવાટ કરતા જયરાજ જવેર્લ્સના નામે લકિક ડ્ોનું કામ કરતા વસંતભાઈ રધુભાઈ ચૌહાણે તા.29/1/ર02ર ના રોજ આત્મહત્યા કરી હતી. જે અંગે તેમના પત્ની ગંગાબેન ચૌહાણે સ્પે.એટ્રોસીટી સેલમાં ફરીયાદ જાહેર કરી હતી કે, તેમના પતિ વસંતભાઈને આરોપી નિલેશ રવીશંકરભાઈ સોમપુરા વ્યાજી ઉઘરાણી કરતા અને તેમના પતિએ મુદલ ત્થા વ્યાજ ચુકવી આપેલ હોય તેમ છતાં વારવાર તેમના પતિને ફોન કરી અને રૂબરૂ બોલાવી અને વ્યાજ આપવા માટે ધમકીઓ આપતા અને સતત ત્રાસ આપતા અને પઠાણી ઉઘરાણી કરતા તેના કારણે તેમના પતિએ આત્મહત્યા કરી હતી. મરણ જનાર તે દલિત સમાજના વ્યકિત હોય અને તેમને આરોપી દ્વારા ધમકીઓ આપવામાં આવતી અને પઠાણી વ્યાજી ઉધરાણી કરવામાં આવતી અને જ્ઞાતી વિરૂધ્ધ વારંવાર અપમાનીત કરવામાં આવતા જેના કારણે મરણજનારે આત્મહત્યા કરેલ હતી જેથી આરોપી સામે એટ્રોસીટી એકટ તળે ત્થા આત્મહત્યા કરવા મજબુર કરવા અને જાનથી મારો નાખવાની ધમકીઓ આપેલ હોવા સબબની ફરીયાદ સીટી ’સી’ ડીવીઝનમાં દાખલ કરવામાં આવી હતી. ફરીયાદ દાખલ થતાં આરોપીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. ગુજરાત કાઈકોર્ટ સમગ્ર હકિકતો રેકર્ડ વિગેરે ધ્યાને લઈ અને આરોપી તરફે થયેલ રજુઆતો માન્ય રાખી અને આરોપીને જામીન અરજીનો આખરી હુકમ આવે નહી ત્યાં સુધી અટક કરવા નહી તેવો સ્ટેનો હુકમ ફરમાવેલ હતો. આ કેશમાં આરોપી તરફ વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, ત્થા આસી. નિતેષ મુછડીયા રોકાયેલા છે.