Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરાજયભરમાં એસટીની બસ સેવા આજથી 24 કલાક

રાજયભરમાં એસટીની બસ સેવા આજથી 24 કલાક

રાત્રિ કર્ફયૂવાળા શહેરોમાં પણ એસટીની અવર-જવરને મુકિત

- Advertisement -

લાંબા સમયથી કફર્યૂ ગ્રસ્ત રહેલી મહાનગરોની એસટી બસની સેવા આજથી સંપુર્ણ ચાલુ થઇ જશે. આ અંગે સરકાર દ્વારા મંજૂરી મળતાં એસટીએ આ માટેનો રાજયભરના ડેપોમાં ઓર્ડર કરી દીધેલ છે. હવે 24 કલાક એસટી શરૂ થતાં મુસાફરોને મોટી રાહત મળશે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, કોરોનાને કારણે સૌ પ્રથમ એસટી બસ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ આંશિક મુકિત આપવામાં આવી હતી અને લીમીટેડ પ્રવાસીઓ સાથે એસટીએ સર્વિસ શરૂ કરી હતી. જોકે, મહાનગરોમાં એસટી બસને રાત્રિ પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો. જેમાં જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોનો સમાવેશ થાય છે. એસટી બસ રાત્રે શહેરોમાં ન આવતાં અને બારોબારથી ચાલી જતી હોવાને કારણે મુસાફરોને પરાવાર મુશ્કેલી પડી રહી હતી. દરમિયાન ગુજરાત સરકાર અને વાહન વ્યવહાર નિગમે પ્રવાસીઓના હિતમાં નિર્ણય લીધો છે અને આજની મહાનગરોમાં કે જયાં એસટી સેવારાત્રે બંધ છે તે હવે હટાવી લેવામાં આવેલ છે. રાત્રિ કર્ફયૂ એસટી સેવાને લાગૂ નહીં પડે.એસટી વિભાગ દ્વારા રાજયભરમાં અને તમામ મોટા મોટા ડેપો ખાતે જરૂરી તમામ સુવિધાઓ પૂર્વવત કરવા સૂચના આપી દીધી છે. રાત્રિ સેવા શરૂ થતાં લોકોને હાઇ-વે પર જવાની હાડમારીમાંથી મુકિત મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular