Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયશિતપ્રકોપના ભરડામાં ગુજરાત સહિતના રાજયો

શિતપ્રકોપના ભરડામાં ગુજરાત સહિતના રાજયો

સુસવાટા મારતાં હિમ જેવા પવનોએ લોકોને થથરાવ્યાં : ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે જનજીવન ઠપ્પ, શાળા-કોલેજોમાં રજા : ટ્રેન અને હવાઇ સેવાને અસર : હજુ કાતિલ ઠંડીની આગાહી

- Advertisement -

ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે. કાતિલ ઠંડી – ગાઢ ધુમ્મસ અને શીતલહરને કારણે જનજીવનને અસર થઇ છે. શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. ઉત્તર ભારતની સાથે સાથે દેશની રાજધાની દિલ્હીમાં પણ શિયાળાનો પ્રકોપ વધી ગયો છે. ઉત્તરના રાજ્યોમાં ઠંડી જામી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઠંડીમાં હજુ વધારો થવાની સંભાવના છે. નવા વર્ષે થોડી રાહત મળ્યા બાદ મંગળવારે (3 જાન્યુઆરી)થી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં આગામી 4-5 દિવસ સુધી ખૂબ ગાઢ ધુમ્મસની અપેક્ષા છે, જેની સાથે દિવસભર ઠંડીની સ્થિતિ ચાલુ રહેવાની શકયતા છે. દેશના ઉત્તર ભાગથી ગુજરાત સહિતના રાજ્યોમાં અને અલગ-અલગ ભાગોમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. યુપી સહિતના ઘણાં ભાગોમાં ઠડીની સાથે ધૂમ્મસ પણ છવાઈ જાય છે અને તેની સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. જેમાં ટ્રેનની સાથે માર્ગ વ્યવહાર પર પણ અસર પડી રહી છે.

- Advertisement -

બીજી તરફ હવામાન વિભાગને હમણાં કાતિલ ઠંડીથી રાહત મળવાના કોઈ અણસાર દેખાતા નથી. ઘણાં રાજ્યોમાં શીતલહેર છવાયેલી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે ધૂમ્મસ છવાયેલું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જે પ્રમાણે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી-ગઈછ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આગામી 5 દિવસ સુધી ભારે ધૂમ્મસ છવાયેલું રહેશે. ખાસ કરીને સવારે, સાંજે અને રાતના સમયે ઝાકળનું પ્રમાણ પણ વધુ રહેવાની સંભાવના છે. પર્વતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવનારા ત્રણ દિવસ દરમિયાન ધૂમ્મસ છવાયેલું રહેશે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર અને મિઝોરમના લોકોએ પણ આગામી 2 દિવસ સુધી ધૂમ્મસનો સામનો કરવો પડશે. આ તરફ ઓડિશા અને છત્તીસગઢમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે. રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને દિલ્હીમાં કોલ્ડ વેવ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે 4થી 6 જાન્યુઆરી 2023 સુધી આ વિસ્તારોમાં સખત ઠંડી પડશે. એવામાં લોકોએ વધુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશ અને હિમાચલપ્રદેશમાં 2થી 3 દિવસ સુધી કોલ્ડવેવની અસર રહેશે.

હવામાન વિભાગ કેટલાક રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બુધવારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આંદામાન નિકોબાર, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 4 જાન્યુઆરી 2023એ કેટલીક જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ અને પૂર્વ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પુડુચેરી પણ વરસાદ થવાની સંભાવના છે. કેરળ અને લક્ષ્યદ્વીપમાં પણ વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં 9 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જ્યારે ગાંધીનગરનું 12 ડિગ્રી રહ્યું છે. આ સિવાય ડીસામાં 10, ભુજમાં 11, કંડલા (એરપોર્ટ) 11, મહુવામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

- Advertisement -

આ સિવાય આગામી 3 દિવસ સુધી ઉત્તર ભારતમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે અને ત્યારબાદ તેની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે. ઉત્તર ભારત સહિત મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 2-6 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. પંજાબના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેશે. આ સિવાય ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં પણ ધુમ્મસ છવાયેલ રહેશે. દિલ્હીમાં પણ ગાઢ ધુમ્મસ રહેશે. બુધવારે (4 જાન્યુઆરી) રાજ્યમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. મંગળવારે સવારે મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે ઠંડીમાં વધુ વધારો થયો છે. આ કારણે 5-7 જાન્યુઆરી સુધી દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરીય ભાગોમાં કોલ્ડવેવના કારણે ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે.

આગામી 5 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શકયતા નથી. ગાઢ ધુમ્મસ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર -દેશમાં કેટલાક એરપોર્ટ, હાઇવે અને રેલ્વે પર ટ્રાફિકને અસર કરી શકે છે. આ સાથે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વાહનચાલકોને પણ રસ્તાઓ પર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પ્રાદેશિક હવામાન કેન્દ્ર નવી દિલ્હી અનુસાર, દિલ્હીમાં 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી ઠંડીનું મોજું ચાલુ રહી શકે છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular