Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતવેરાવળમાં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી

વેરાવળમાં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી

રાજ્યના પ્રજાજનોને મુખ્યમંત્રીએ શુભકામના પાઠવી : મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા અન્વી ઝાંઝરૂકીયા અને કરુણા અભિયાનના સેવારત કર્મયોગીઓનુ સન્માન કર્યુ

- Advertisement -

ગીર સોમનાથમાં 73 માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેરાવળ-સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આન, બાન અને શાન સાથે તિરંગાને સલામી આપી ગીર સોમનાથથી સમગ્ર રાજ્યના પ્રજાજનોને 73 માં પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રીએ તિરંગો લહેરાવ્યો ત્યારે રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે વાયુદળના હેલીકોપ્ટરમાંથી સમારોહના સ્થળે આકાશમાંથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. કોવીડ-19 ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કોવીડ પ્રોટોકોલ સાથે યોજાયેલા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં રાજયની વિવિધ પ્લાટુનનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. ખુલ્લી જીપમાં નિરીક્ષણ વેળાએ મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ પંકજકુમાર અને પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા પણ જોડાયા હતા. પરેડનુ નેતૃત્વ મદદનીશ પોલીસ અધીક્ષક અભિષેક ગુપ્તાએ કર્યુ હતું. તેમજ સેક્ધડ પરેડ કમાન્ડર તરીકે મદદનીશ પોલીસ કમિશ્નર સાગર સાબડા રહ્યા હતા.

- Advertisement -

આ પ્રસંગે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-2022 વિજેતા અને શારીરિક અક્ષમતા છતા યોગાસનમાં મહારત હાંસલ કરનારી ગુજરાતની દિકર અન્વી ઝાંઝરૂકીયાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કરૂણા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વેટરનરી ડો.પાર્થકુમાર મહેતા, પ્રકૃતિ નેચર ક્લબના યોગેશ ચુડાસમા, આગાખાન એજન્સી ફોર હેબીટાટ, ચિત્રાવડના અરવિંદ ભગવાનભાઇ મેર, વોલન્ટીયર સુરેશ બચુભાઇ બાખલખીયા અને નિતિન હરેશભાઇ રામનું મુખ્યમંત્રી પટેલના હસ્તે બહુમાન કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોરાના વોરિયર-ફ્રન્ટ લાઇન કાર્યકર્તાઓને કોરોના વેક્સિનનો પ્રિકોસન ડોઝ આપવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીના હસ્તે ગીર સોમનાથના કલેક્ટર રાજદેવસિંહ ગોહિલને નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે રૂ.2.50 કરોડનો અને જિલ્લાના ગ્રામિણ વિસ્તારના વિકાસ માટે ડી.ડી.ઓ. રવિન્દ્ર ખતાલેને રૂ.2.50 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સમારોહમાં જુદા-જુદા સુરક્ષા દળોની 18 જેટલી પ્લાટુન્સ દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી હતી. આ પ્લાટુન્સમાં કોસ્ટ ગાર્ડ, આર.એ.એફ. વસ્ત્રાલ, મરીન કમાન્ડો જામનગર, જૂનાગઢ મહિલા પોલીસ પ્લાટુન, રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટુન, ગીર સોમનાથ જિલ્લા પોલીસ, ગુજરાત જેલ પોલીસ, પોરબંદર જિલ્લા પોલીસ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, જિલ્લા હોમગાર્ડ પ્લાટુન, જિલ્લા સાગર રક્ષક દળ પ્લાટુન, વિદ્યાર્થીઓની એન.એસ.એસ. પ્લાટુન, ગુજરાત શ્વાન દળ, ગુજરાત અશ્વ દળ અને એસ.આર.પી. પાઈપ બેન્ડ પ્લાટુન્સ કદમ-તાલ સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular