સુરતમાં ગ્રીષ્માના પરિવાર સાથે હર્ષ સંઘવીએ મુલાકાત કરી સાંત્વના આપી છે. તેમાં હર્ષ સંઘવીની મુલાકાત વખતે પરીજનો રડી પડયા હતા. તથા હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરીવારજનો સાથે વાતચીત કરી છે.
ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. જેમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા મામલે 21 એપ્રિલે ફેનિલને દોષિત જાહેર કરાયો હતો. તેમાં જજે કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો છે. તેમજ ચાર્જશીટ ફાઇલ થયાના 83 દિવસમાં ફેનિલને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે રાજ્ય સરકારની આ પ્રતિબદ્ધતા છે. ગુના આચરનારાઓ માટેઆ દાખલારૂપ ચુકાદો છે. હાઇકોર્ટમાં પણ કેસની ગંભીરતા સમજીને પ્રક્રિયા કરવામાં આવી છે. ગ્રીષ્મા અને તેના પરિવારને ન્યાય મળે તેવી લોક લાગણી હતી. માત્ર 5 દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઇ હતી. ઉલ્લેખનિય છે કે એકતરફી પ્રેમમાં ફેનિલ નામના યુવકે સરાજાહેર ગ્રીષ્માનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. જે બાદ યુવકે હાથની નસ કાપી આત્મહત્યાનું નાટક કર્યું હતું. જો કે પોલીસે તાત્કાલિક તેને ઝડપી લીધો હતો અને જેલહવાલે કર્યો હતો.