Sunday, December 29, 2024
Homeરાજ્યગુજરાતરાજ્ય સરકાર-સંગઠનમાં મોટા ફેરફાર

રાજ્ય સરકાર-સંગઠનમાં મોટા ફેરફાર

બે મંત્રીઓના ખાતા છિનવાયા બાદ વધુ ત્રણ મંત્રીઓ પર લટકતી તલવાર : જામનગરના રાઘવજી પટેલ પણ રડારમાં : આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારની કામગીરી પર ચાંપતી નજર રાખી રહ્યા છે મોદી : અનુભવી અને સિનિયર મંત્રીઓની થઇ શકે છે વાપસી

- Advertisement -

રાજયમાં વિધાનસભા ચૂંટણીઓના પડઘમ સંભળાવવા લાગ્યા છે ત્યારે સતાધારી ભાજપ ખૂબજ એકટિવ થઇ ગયો છે. પ્રધાનમંત્રી મોદી પોતાના ગૃહરાજય એવા ગુજરાત સરકારની કામગીરી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આમ આદમી પાર્ટીના વધી રહેલાં પેસારા અને એન્ટી ઇન્કમ્બન્સી સ્થિતિ ટાળવા માટે સરકારની છબી સાફ સુથરી કરવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે જેને પગલે બે મંત્રીઓના ખાતા છીનવી લેવાયા બાદ વધુ ત્રણ મંત્રીઓ પર પર તલવા લટકી રહી છે જેમાં જામનગરના રાઘવજી પટેલનો પણ સમાવેશ થાય છે. સરકાર નવા નિશાળીયાઓને ભરોસે છોડી દેવાનું હિતાવહ નહીં જણાતા ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 3 સિનીયર મંત્રીઓનો ફરીથી સમાવેશ થઇ શકે છે. રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા છિનવી લેવાયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભાજપના નેતા બી.એલ.સંતોષ પણ ગાંધીનગર દોડી આવ્યા છે ત્યારે રાઘવજી પટેલ, પ્રદિપ પરમાર પાસેથી મંત્રીપદ, હજુ બે ત્રણ મંત્રીઓના ખાતા છિનવાઇ શકે તેવી અટકળોએ જોર પકડ્યુ છે. આ તરફ, એવી ચર્ચા છેકે, લમ્પી રોગચાળાને કાબૂમાં લઇ શકાયો નથી.

- Advertisement -

પ્રશ્નો ન ઉકેલાતાં ખેડૂતો સરકારથી નારાજ છે. આ જોતાં રાઘવજી પટેલ ખરા ઉતર્યા નથી. આ જોતાં રાઘવજી પટેલની હકાલપટ્ટી થઇ શકે છે. આ ઉપરાંત પાસેથી મંત્રીપદ છિનવાશે. આ ઉપરાંત સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદિપ પરમારનીય મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી થઇ શકે છે. આ ઉપરાંત જીતુ વાઘાણી, સહિત અન્ય બે ત્રણ મંત્રીઓના નામો ચર્ચાઇ રહ્યા છે જેમના ખાતામાં ફેરબદલ આવી શકે છે. બી.એલ.સંતોષે કમલમમાં આઇટી-સોશિયલ મિડિયા ઉપરાંત ઓબીસી મોરચા સહિત અન્ય તબક્કાવાર બેઠકો યોજી હતી. વર્તમાન રાજકીય પરિસ્થિતીની જાણકારી મેળવી હતી. આગામી દિવસોમાં જ ખબર પડશે કે કોનુ રાજકીય કદ વધ્યુને કોનુ કદ ઘટયુ. અત્યારે સૌની નજર કમલમ તરફ મંડાઇ છેકે, હવે શું થશે.

બીજી તરફ ગુજરાત વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે પૂરજોશમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી છે. વડાપ્રધાનથી માંડીને કેબિનેટ મંત્રીઓની પણ ગુજરાતમાં આવનજાવન વધી છે. દરમિયાન, નબળા પરર્ફમન્સને કારણે બે સિનિયર મંત્રીઓના ખાતા છિનવી લેવાયા છે.

- Advertisement -

સૂત્રના મતે, મંત્રીઓની કામગીરી પર ખુદ પીએમઓ સીધી નજર રાખી રહ્યુ છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ મોરચો સંભાળી લીધો છે.

હાઇકમાન્ડે સ્પષ્ટ સંદેશો આપી દીધો છેકે, પાર્ટીલાઇનમાં નહી રહે તેને સત્તાસ્થાનેથી ઉતારી દેવાશે. મંત્રી હોય કે પછી સંગઠનમાં હોદ્દેદાર, પોતાની મનમાની ચલાવી નહી શકે. એટલુ જ નહીં, ભ્રષ્ટાચાર કે ગેરરીતિની ફરિયાદ આવશે તો પણ નહી ચલાવી લેવાય. પ્રજાલક્ષી કામોમાં ભ્રષ્ટાચાર આચરતા મંત્રી અને પદાધિકારીને ઘરનો રસ્તો દેખાડી દેવા નક્કી કરાયુ છે.

- Advertisement -

ભાજપ સરકારના બધાય મંત્રીઓની કામગીરી પર દેખરેખ રાખવામાં આવી રહી છે. નવરાત્રીમાં ચૂંટણીનું એલાન થઇ શકે તેવી શક્યતા જોવાઇ રહી છે ત્યારે મંત્રીઓથી માંડીને ધારાસભ્યોની નિષ્ક્રિયતા ભાજપને પોષાય તેમ નથી. આ જોતાં ભાજપના ધારાસભ્યોની કામગીરીના રિપોર્ટ પણ તૈયાર કરી દેવાયા છે. કયા ધારાસભ્ય સક્રિય છે અને કયા ધારાસભ્ય નિષ્ક્રિય છે તેની યાદી તૈયાર કરાઇ છે. અત્યારથી જ કઇ બેઠક પર વર્તમાન ધારાસભ્યનુ પત્તુ કપાય તો કયા ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારવા તે દાવેદારો અંગે અંદરખાને મંથન પણ થઇ રહ્યુ છે. ટૂંકમાં વ્યક્તિગત મૂલ્યાંકન આધારે જ ઉમેદવારને ટિકીટ આપવાની ભાજપની ગણતરી છે. ભાજપ આ વખતે યુવા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારને તક આપવા માંગે છે. વર્તમાન ધારાસભ્યો પૈકી મોટાભાગનાની ટિકીટ કપાઇ શકે છે. એક બાજુ, ગુજરાતમાં આપ સક્રિય થયુ છે જેના પગલે ભાજપને મંત્રી ઉપરાંત ધારાસભ્યોની નિષ્ક્રિયતા પોષાય તેમ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular