ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકાર હવે કેન્દ્ર સરકારની નીતિ મુજબ આગામી સમયમાં ડિસઈન્વેસ્ટમેન્ટમાં મોટાપાયે આગળ વધે તેવા સંકેત છે. મુખ્યમંત્રીના ખાસ સલાહકાર તરીકે નિયુક્ત થયેલા પુર્વ નાણા સચીવ હસમુખ અઢીયાના નેતૃત્વ હેઠળની ટીમ આગામી પાંચ વર્ષમાં રાજય સરકાર સંચાલીત જાહેર સાહસોના મોટાપાયે ખાનગીકરણ અને મહત્વના જાહેર સાહસો છે.
સરકારી હોલ્ડીંગ ઘટાડવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે અને આ પ્રક્રિયા હેઠળ જે જંગી નાણા મેળવાશે તેનો ઉપયોગ રાજયનું દેવું ઘટાડવા અથવા મોંઘુ દેવું ભરપાઈ કરીને વ્યાજ સહિતનો બોજો ઘટાડવા તથા વધું બહેતર પ્રજાકીય સુવિધા ઉભી કરવામાં થશે. ગુજરાત સરકાર સંચાલીત જાહેર સાહસોમાં જે લીસ્ટેડ કંપની છે તેનું મૂલ્ય રૂા.70,000 કરોડ મૂકવામાં આવે છે. જયારે તેની અસ્કયામતોની કિંમત રૂા.1.50 લાખ કરોડથી રૂા.3 લાખ કરોડ સુધીની થવા જાય છે અને એક વખત સરકારના નિષ્ણાંત અધિકારીઓ દ્વારા તે અંગેની એક બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ગયા
બાદ બહારના નિષ્ણાંતોની પેનલ તેના ડીસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાની રૂપરેખા બનાવશે. ગુજરાત સરકાર બંદર, કેમીકલ, પેટ્રોલીયમ, ગેસ, પાવર સહિતના ક્ષેત્રે વૈશ્વીક સ્તરની કંપનીઓ ધરાવે છે જે ખાનગી કોર્પોરેટ ગૃહ સાથે પણ સ્પર્ધા કરે છે. રસપ્રદ રીતે હાલમાં જ મુખ્યમંત્રીના ખાસ સલાહકાર તરીકે નિયુક્ત થયેલા કેન્દ્રના પુર્વ નાણા, મહેસુલ સચીવ હસમુખ અઢીયાએ જ કોવિડ કાળ બાદ આર્થિક મોરચે કઈ રીતે પુન: ક્ષમતા મેળવી શકાય તેનો એક અહેસાસ તૈયાર કર્યો હતો. ઉપરાંત કેન્દ્ર સરકારે પણ વ્યુહાત્મક ન હોય
તેવા જાહેર સાહસોના ડીસઈન્વેસ્ટમેન્ટની નીતિ અપનાવી છે અને સરકારી સાહસોની જમીન અને અન્ય મિલ્કતો જે બિનઉપયોગી કે વધારાની છે તેને વેચવા માટેની તૈયારી કરી છે જે માર્ગ પર રાજય સરકાર જશે. આ માટે જાહેર સાહસોને પણ તેમના બેલેન્સશીટ કલીન કરવા અને ગ્રાઉન્ડવર્ક માટે પણ જણાવાયું છે. જેથી તેની મહતમ કિંમત આવી શકે. જો આ યોજના તેના પ્લાન મુજબ આગળ વધે તો તે રૂા.3 લાખ કરોડના દેવામાંથી મુક્ત થશે અને રૂા.20000 જેટલા વ્યાજ ચુકવવાની જવાબદારી પણ નહી રહે. રાજય સરકાર હાલ જાહેર દેવા પર રૂા.1 લાખ કરોડનું વ્યાજ દર વર્ષે ચૂકવે છે.
ગુજરાત સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં ‘કેગ’નો રીપોર્ટ પણ એક ભૂમિકા ભજવી ગયો હોવાનું માનવામાં આવે છે. રાજય સરકારના નાણાકીય ઓડિટ કરનાર ‘કેગ’ના રીપોર્ટમાં ભૂમિકા ભજવી ગયો હોવાનું માનવામાં આવે છે. રાજય સરકારના નાણાકીય ઓડિટ કરનાર ‘કેગ’ના રીપોર્ટમાં જણાવ્યું કે રાજયના જાહેર સહસોમાં 18 બંધ હાલતમાં છે. ચાર શેરબજારમાં લીસ્ટેડ છે અને રાજયના જાહેર સાહસો ભ્રષ્ટાચારના ‘ઘર’ બની ગયા છે. ફકત કેગ દ્વારા જ આ જાહેર સાહસોમાં રૂા.50,000 કરોડની ગેરરીતિ ખુલ્લી કરવામાં આવી હતી.