Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરબેડી બંદરથી નવી રેલ લાઇન પર કોલસાનું પરિવહન શરૂ

બેડી બંદરથી નવી રેલ લાઇન પર કોલસાનું પરિવહન શરૂ

- Advertisement -

જામનગર નજીક બેડી બંદરેથી નવી વિકસિત કરાયેલી રેલવેલાઈન મારફતે આજે કોલસાની પ્રથમ ટે્રન રવાના કરવામાં આવી છે. ભારતીય રેલવે સાથે સંયુકત સાહસમાં ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જામનગર બાયપાસનો રોડ પ્રોજેકટ પણ અમલમાં છે. આ વ્યૂહાત્મક પહેલથી પોર્ટની ક્ષમતા વધશે તેમ સપ્લાય ચેન કાર્યક્ષમ બનશે. તે સિવાય બર્થથી ડાયરેકટર લોડિંગ, લોજિસ્ટિકસનો ઓછો ખર્ચ, કાર્ગો અવરજવર માટે સંતુલિત મોડલ, કનેકટીવીટીની સુવિધા અને રોજગારીની નવી તકોનો વિસ્તાર થશે. બેડી બંદર કચ્છના અખાતના દક્ષિણ કિનારે જામનગર જિલ્લામાં આવેલું છે જેનું સંચાલન ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તક છે. અહીં 2250 લંબાઇના વ્હાફ સાથે ઓલ વેધર ટાઈડલ લાઈટરેજ સુવિધા છે અને બાર્જ દ્વારા કાર્ગો પરિવહન સાથે લાઈટરેજ કામગીરી પણ ઉપલબ્ધ છે.આ એસપીવી રેલવે પ્રોજેકટને જી-રાઈડ બેડી પોર્ટ રેલ લિમિટેડ દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે. જીએમબી અને જી રાઈડ વચ્ચેની ભાગીદારી છે. તેમાં જીએમબીની 74 ટકા જ્યારે જી રાઈડની 26 ટકા ભાગીદારી છે. અંદાજિત 3 કિ.મી.ના આ પ્રોજેકટની કિંમત 70 કરોડ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular