Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત યોગ સમર કેમ્પનો પ્રારંભ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત યોગ સમર કેમ્પનો પ્રારંભ

- Advertisement -

ગુજરાત રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા બાળકોમાં શારીરિક તથા માનસિક તંદુરસ્તી અંગે જાગૃતિ કેળવવાના હેતુસર સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત નિ:શુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિવેકાનંદ ટ્રસ્ટ ખાતે 90 બાળકો, એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે 100 બાળકો, સંગમ બાગ ખાતે 125 બાળકો, સનસાઈન સ્કૂલ ખાતે 75 બાળકો અને સરદાર પટેલ સ્કૂલ ખાતે 60 બાળકો ભાગ લઇ રહ્યા છે. જેમને વિવિધ પ્રકારના યોગ, પ્રાણાયામ, યોગના ફાયદા, જંકફુડ થી દૂર રહેવા સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યા છે તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના જામનગર જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર હર્ષિતા મહેતા ની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular