Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરવિશ્વ રંગભૂમિ મહોત્સવનો પ્રારંભ

વિશ્વ રંગભૂમિ મહોત્સવનો પ્રારંભ

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસની રાજ્યકક્ષાની ત્રિદિવસિય ઉજવણી જામનગર ખાતે શરુ થયેલ જેના પ્રથમ દિવસે મેયર બીનાબેન કોઠારી, શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, યુવા વિકાસ અધિકારી મોહસીનખાન પઠાણ, વ્યાયમ શિક્ષક સંઘના મહેશભાઇ મુંગરા, ભગીરથસિંહ જાડેજા, જય વિઠઠ્ઠલાણી, રોહીત હરિયાણી તથા કોર્પોરેટરોએ ઉપસ્થિત રહી દિપ પ્રગટાવી પ્રારંભ કરાવેલ હતો. મહોત્સવના પ્રથમ દિવસે થિયેટર પિપલ્સ જામનગર દ્વારા અસતો મા સદ ગમય, મેરી ગો રાઉન્ડ અને અફલાતુન એમ ત્રણ એકાંકી તથા દર્શ વિઠઠ્ઠલાણી અને રાજલ પુજારાના એક પાત્રિય રજૂ થયા હતાં. કાર્યક્રમને નિહાળવા કલાપ્રેમી જનતા ઉમટી પડતા ધન્વંતરી ઓડિટોરીયમ ખીચોખીચ ભરાયું હતું. કાર્યક્રમનું સંચાલન લલીત જોશીએ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular