Friday, February 20, 2026
Homeરાજ્યજામનગરસ્ટાર ડિરેક્ટર એટલીનુ ફરી જામનગરમાં આગમન - VIDEO

સ્ટાર ડિરેક્ટર એટલીનુ ફરી જામનગરમાં આગમન – VIDEO

મોડી સાંજે જામનગર એરપોર્ટ પર આગમન

દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા દિગ્દર્શક એટલી મોડી સાંજે જામનગર એરપોર્ટ પર આગમન કર્યું હતું. એટલી અંબાણી પરિવારના ખાસ મહેમાન તરીકે જામનગર આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

ફિલ્મ જગતમાં એટલીને તેમની ભવ્ય પ્રસ્તુતિ, મોટી સ્ટારકાસ્ટ અને બ્લોકબસ્ટર ફિલ્મો માટે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતીય સિનેમામાં તેમણે અનેક હિટ ફિલ્મો આપી છે અને તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી ચૂકી છે. તેમની આગવી દિગ્દર્શન શૈલી અને પ્રભાવશાળી સ્ટોરીટેલિંગને કારણે તેઓ રાષ્ટ્રીય સ્તરે જાણીતા બન્યા છે.

- Advertisement -

જામનગરમાં તેમના આગમનને લઈને શહેરમાં સેલિબ્રિટીનો માહોલ સર્જાયો છે અને આવનારા દિવસોમાં શહેરમાં વધુ જાણીતા મહેમાનોના આગમનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular