Monday, December 23, 2024
Homeરાજ્યરણુજા મુકામે લોકમેળામાં સ્ટોલની જગ્યા મેળવી શકાશે

રણુજા મુકામે લોકમેળામાં સ્ટોલની જગ્યા મેળવી શકાશે

- Advertisement -

આગામી તા. 05 સપ્ટેમ્બરથી 07 સપ્ટેમ્બર દરમિયાન વોડીસાંગ દેવપુર (રણુજા) મુકામે શ્રી રામદેવજીના સાંનિઘ્યમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકમેળાના સ્ટોલની જગ્યા મેળવવા માટેના નિયત નમુનામાં અરજી ફોર્મ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટા અને આઈ.ડી. પ્રુફ સાથે જોડીને મામલતદારની કચેરી, કાલાવડ ખાતે આગામી તા. 24 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધીમાં સવારે 11 કલાકથી સાંજે 5.30 કલાક સુધીમાં જમા કરાવવાના રહેશે. તેમજ લોકમેળામાં ધંધો કરવા માટે નિયત કરેલ અરજી ફોર્મમાં લાયસન્સ મેળવવા અલગથી અરજી કરવાની રહેશે.

- Advertisement -

શ્રી રામદેવજીના મંદિરમાં આગળ અને પાછળના ભાગે આવેલ જગ્યાની કિંમત પ્રતિ 1 ચોરસ ફૂટના રૂ. 17, યાંત્રિક પ્લોટ માટે રૂ. 15,000, પાર્કિંગ પ્લોટ માટે રૂ. 10,000, આઈસક્રીમ પ્લોટ માટે રૂ. 7500, જાહેરાત પ્લોટ માટે રૂ. 5000, ખાણીપીણીના તેમજ અન્ય પ્લોટ માટે રૂ. 2000 ડિપોઝીટ નિર્ધારિત કરવામાં આવી છે. ધંધાર્થીઓએ પોતાની પ્લોટ મેળવવાની અરજી સાથે આ ડિપોઝીટની રકમ ભરપાઈ કરવાની રહશે. પ્રાઈમ લોકેશનવાળા યાંત્રિક, જાહેરાત, પાર્કિંગ અને આઈસક્રીમના પ્લોટની હરરાજી કરવામાં આવશે. ખાણીપીણીના અને અન્ય પ્લોટની ડ્રો થી ફાળવણી કરવામાં આવશે. જેનો ભાવ પ્રતિ ચો. ફૂટના રૂ. 15 નિર્ધારિત કરવામાં આવ્યા છે. હરરાજી તથા ડ્રો આગામી તા. 1 ઓગસ્ટના સવારે 11 કલાકે મામલતદારની કચેરી, કાલાવડના મિટિંગ હોલ ખાતે યોજવામાં આવશે. ત્યારબાદ અન્ય પ્લોટના ડ્રો ની કામગીરી હાથ ધરવામાં આવશે. આ અંગેની શરતો પ્લોટની હરરાજી સમયે આપવામાં આવશે, જેની દરેક ધંધાર્થીએ ખાસ નોંધ લેવા માટે મામલતદારની કચેરી, કાલાવડની યાદીમાં જણાવવામાં આવ્યું છે. જે અરજદારે અરજી કરી હોય તે જ અરજદારે ધંધો કરવાનો રહેશે. પ્લોટ વેંચાણ કે અન્ય કોઈ રીતે આપવામાં આવેલ હોવાનું માલુમ પડશે તો તાત્કાલિક ધોરણે ફાળવણી રદ્દ કરવામાં આવશે અને કાયદેસસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular