જામનગરના એસ.ટી. વિભાગ દ્વારા જુદા જુદા રૂટ પર નવી એસ.ટી. બસ ના કોચ મૂકવામાં આવી રહ્યા છે, જેના અનુસંધાને ગઈકાલે વધુ એક રૂટ ના નવા કોચને મુકવામાં આવ્યો છે, અને નગરના ધારાસભ્ય અને મેયરના હાથે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જામનગરના એસ.ટી. ડિવિઝનમાં ગઈકાલે જામનગર- ઝાલોદ રૂટ પર નવો સ્લીપર કોચ ફાળવવામાં આવ્યો હતો, અને ગઈકાલથી નવા રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વેળાએ જામનગરના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયાએ ઉપસ્થિત રહી લીલી ઝંડી આપીને એસ.ટી. ના નવા રૂટનું પ્રસ્થાન કરાવાયું હતું.
આ તકે જામનગરના એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામક જાડેજા, પરિવહન અધિકારી ઇસરાણી તેમજ ડેપો મેનેજર વરમોરા સહિત એસ.ટી. ડિવિઝનના અધિકારીઓ અને સ્ટાફ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.