કાલાવડથી રાજકોટ તરફના માર્ગ પર શીશાંગ ગામ નજીક બેફીકરાઇથી આવતી એસટી બસના ચાલકે બાઈકસવારને ઠોકર મારી હડફેટે લેતા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ બસ ચાલક નાશી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડથી રાજકોટ તરફના માર્ગ પર શીશાંગ ગામ નજીકથી જીજે-03-ડીઆર-8976 નંબરના બાઈક પર કાલાવડથી રાજકોટ જતાં યુવાન શીશાંગ ગામ નજીક પહોંચ્યો ત્યારે બેફીકરાઈથી આવતી જીજે-18-ઝેડ-2263 નંબરની એસટી બસના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર યુવાનને શરીરે તથા માથાના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ એસટી બસ ચાલક બસ મૂકીને નાશી ગયો હતો. ત્યારબાદ રાજકોટમાં રહેતા ઈજાગ્રસ્ત યુવાનના પિતા હારુનભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે એસટી બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


