જામનગર તાલુકાના ફલ્લા ગામે ડેંજર ગોલાઈ પાસે એસ.ટી. બસે પરપ્રાંતિય બાઈકચાલકને ઉલાળતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે લઇ જવાયો હતો.
તા.29 ની રાત્રે આશરે 10 કલાકે જામનગરથી માંડવી જતી એસ.ટી. બસ નં.જીજે-18-ઝેડ-6503 એ પાછળથી ઠોકર મારી બાઈક ચાલક મજુરને ઉડાડતા ઈજાગ્રસ્ત હાલતમાં જામનગર હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યારે એસટી બસનો ચાલક બસને મુકીને નાશી ગયો હતો. માંડવી-કચ્છ જતા આશરે 20 થી 22 જેટલા મુસાફરો રઝળી પડયા હતાં. જેમાં એક શારીરિક ખોડખાપણ વાળા અપંગ વૃધ્ધનો પણ સમાવેશ થતો હતો. આમ ફલ્લાની ડેંજર ગોલાઈએ પોતાનો અકસ્માતો થવાનો સિલસિલો જારી રહ્યો છે.