જામનગર શહેરમાં ગઇકાલે શ્રાવણ માસનો પ્રથમ સોમવારે વિવિધ શિવાલયોમાં શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં શ્રાવણના પ્રથમ સોમવારે વહેલી સવારથી શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. સવારથી જ શિવભક્તો દ્વારા દૂગ્ધાભિષેક, જળાભિષેક દ્વારા શિવજીની આરાધના કરાઇ હતી. બપોર બાદ શિવાલયોમાં શિવજીને આકર્ષક શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. શહેરના કાશિ વિશ્ર્વનાથ મહાદેવ મંદિર, ઇચ્છેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના અનેક નાના-મોટા શિવ મંદિરોમાં શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. જેનો શિવભક્તોએ મોડીરાત્રી સુધી દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. મોડીરાત્રી સુધી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.