મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ હાપા અને નાહરલગુન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09525/09526 હાપા-નાહરલગુન સ્પેશિયલ (સાપ્તાહિક) 22 ટ્રિપ્સ
ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ હાપાથી દર બુધવારે 00.40 કલાકે ઉપડશે અને શુક્રવારે 16.00 કલાકે નાહરલગુન પહોંચશે. આ ટ્રેન 17 એપ્રિલ 2024 થી 26 જૂન 2024 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09526 નાહરલગુન – હાપા સ્પેશિયલ દર શનિવારે નાહરલગુનથી 10.00 કલાકે ઉપડશે અને મંગળવારે 00.30 કલાકે હાપા પહોંચશે. આ ટ્રેન 20 એપ્રિલ 2024 થી 29 જૂન 2024 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બિયાવરા-રાજગઢ, રૂઠીયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, ઈટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજમાં જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, હાજીપુર, શાહપુર પટોરી, બરૌની, બેગુસરાઈ, ખગરિયા, નૌગાચિયા, કટિહાર, બારસોઈ, કિશનગંજ, ન્યૂ જલપાઈગુડી, ન્યૂ કૂચ બિહાર, કોકરાઝાર, ન્યૂ બોંગાઈગાંવ, બારપેટા રોડ, રંગિયા, ઉદલગુડી, ન્યુ મિસામારી, રંગપારા ઉત્તર અને હરમુતી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ધડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09525 માટે બુકિંગ 13 એપ્રિલ, 2024 થી તમામ PRS કાઉન્ટર્સ પર અને આઇઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે,www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.