પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે જૂનાગઢમાં ચાલતા ‘પરિક્રમા મેળા’ને ધ્યાનમાં રાખીને રાજકોટ-જૂનાગઢ વચ્ચે ‘પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન’ દોડાવવામાંઆવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, રાજકોટ-જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન તા. 4નવેમ્બરથી 8 નવેમ્બર સુધી (7 નવેમ્બર સિવાય) રાજકોટથી સવારે 10.40 વાગ્યે ઉપડશે અને બપોરે 12.45 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વળતી દિશામાં આ ટ્રેન જૂનાગઢથી બપોરે 15.30 વાગ્યે ઉપડશે અને સાંજે 17.55 વાગ્યે રાજકોટ પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો માર્ગમાં ભક્તિનગર, કોઠારીયા, રીબડા, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર, ચોકી સોરઠ અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે.