રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ પાવનતાજી મહાસતીજી આદિ ઠાણાના સાંનિધ્યે જામનગર પારસધામના આંગણે બાળકો અને યંગસ્ટર્સને મોટીવેટ કરતાં વિશિષ્ટ સેશન્સનું આયોજન આગામી 29 માર્ચ અને 30 માર્ચ, 2025 શનિવાર અને રવિવારના દિવસે કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આજના મોડર્ન યુગમાં ઇન્સ્ટન્ટ મની અને ઇન્સ્ટન્ટ સક્સેસ પામવા માટેની સ્ટ્રેસફુલ લાઈફમાં યુવાનો જ્યારે દિશાહીન બનીને દૂષણો તરફ દોરાઈ રહ્યાં છે ત્યારે એમને સક્સેસફૂલ લાઈફની માસ્ટર ગાઈડલાઈન આપતું વિશિષ્ટ સેશન ‘યંગ માઈન્ડ 360 ડિગ્રી’નું આયોજન 29વિં માર્ચ, 2025 શનિવારના સાંજના 08:00 થી 09:00 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે. એ સાથે જ તારીખ 30 માર્ચ, 2025 રવિવાર સવારના 09:30 કલાકે ‘અહો જીનશાસનમ’ શાસન ઉપકારની પ્રેરણા આપતો અદભૂત કાર્યક્રમ યોજાશે. બપોરના 04:30 થી 05:30 કલાક દરમિયાન વિશેષરૂપે બાળકોને પરીક્ષાના ભયથી મુક્ત થવાની પ્રેરણા આપતો “ફિયર ફ્રી એક્ઝામ” વિશિષ્ટ સેશન રાખવામાં આવ્યું છે.
બાળકો અને યુવાનોની લાઇફને યુ ટર્ન આપતા ત્રણે કાર્યક્રમો પારસધામ, સજુબા સ્કુલની સામે, રણજીત રોડ, જામનગર ખાતે યોજાશે.
વિશેષમાં આગામી તા. 4 એપ્રિલ થી 12 એપ્રિલ, 2025 દરમિયાન આવી રહેલાં આયંબિલ ઓળી પર્વની આરાધના પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણાના સાંનિધ્યે “સ્વાદ વિજય ઉત્સવ” રૂપે અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવાશે. જેમાં જામનગરના જ દીકરી એવા પૂજ્ય શ્રી પરમ અનુજ્ઞાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ મહાપ્રજ્ઞાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ જિનેશાજી મહાસતીજી જામનગરના ભાવિકોને પ્રતિબોધિત કરવા તેજપ્રકાશ ઉપાશ્રય, શ્રી બેંક કોલોની સંઘ, તેજ પ્રકાશ સોસાયટી, બેડીપરા, ઇન્દ્રદિપ સોસાયટી, જામનગર ખાતે પધારશે.
જામનગરના પરમ સદભાગ્યે પ્રાપ્ત થએલાં પૂજ્ય શ્રી પરમ મહાસતીજીઓના સાંનિધ્યે આયોજિત દરેકે દરેક કાર્યક્રમમાં યુવાનો, બાળકો તેમજ સર્વ ભાવિકોને પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.