હિન્દુ ધર્મમાં ગોપાષ્ટીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન કૃષ્ણ અને ગાય માતાની પુજા કરવામાં આવે છે. કારતક માસના શુકલ પક્ષની અષ્ટમી તિથીએ ગોપાષ્ટમી ઉજવવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર ગયા માતાની પુજા કરવાથી તમામ દેવી – દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. આજના દિવસે ગાયની પુજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે.
હિન્દુ કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પુજાના દિવસે વ્રજના લોકોને ઈન્દ્રના ક્રોધથી બચાવવા માટે ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ઉપાડયો હતો. જેમાં વ્રજવાસીઓએ પુરથી પોતાને બચાવવા આશ્રય લીધો હતો. વ્રજ પ્રદેશમાં સાત દિવસના સતત પુર પછી ભગવાન ઈન્દ્રનો ક્રોધ શમી ગયો અને તેણે ગોપાષ્ટમીના દિવસે પોતાનો પરાજય સ્વીકાર્યો હતો. સામાન્ય રીતે મથુરા- વૃંદાવન અને વ્રજના પ્રદેશોમાં ગોપાષ્ટમી ઉજવાતી પરંતુ હવે ધીમે ધીમે આખા દેશમાં ગાય માતાનું પુજન થઈ રહ્યું છે.
ે લોકો ગાય ધરાવે છે તેઓ તેમને લીલુ ઘાસ, ગોળ અને રોટલી ખવડાવે છે જ્યારે જેમની પાસે ગાય નથી તેઓ દાન આપીને ગૌ સેવા કરે છે. ગૌમાતાની સેવા પુજા એ ફકત ધાર્મિક જ નહીં પરંતુ પર્યાવરણીય પણ માનવામાં આવે છે. ગાય માતામાં કરોડો દેવતાનો વાસ છે. તો વળી ગાય માતા એ પર્યાવરણ અને માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. માટે આ દિવસે ગાય વાછરડાની પુજાનું વિશેષ મહત્વ છે. આથી આપણે સૌએ ગોપાષ્ટમીના પર્વ પર ગાયની પુજા કરવી જોઇએ ગાય માતાની રક્ષા કરવી જોઇએ.