જામનગર સહિત હાલાર પંથકમાં ઠંડીનું પ્રમાણ વધતું જઇ રહયું છે. ઠંડીનું પ્રમાણ વધતાં માનવીઓની સાથે-સાથે પશુપક્ષીઓને પણ ઠંડીની અસર પહોંચતી હોય છે. ત્યારે જામનગરમાં લાખોટા તળાવમાં આવેલ પક્ષીઘરમાં પક્ષીઓને ઠંડીની રક્ષણ આપવા નેટ બાંધવામાં આવી હતી.
જામનગર શહેરમાં ઠંડીની સીઝન જામતી જઇ રહી છે ગઇકાલે 14 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતાં સીઝનનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. ઠંડીના ચમકારાની માનવીઓની સાથે-સાથે પશુ-પક્ષીઓને પણ અસર પહોંચતી હોય છે. ઠંડી જામતા પશુ-પક્ષીઓની પણ હાલત કફોડી બની જતી હોય છે. ત્યારે જામનગર શહેરમાં લાખોટા તળાવમાં આવેલ પક્ષી ઘરમાં હાલમાં 27 પાંજરાઓ છે. જેમાં કુલ 681 જેટલા વિવિધ પ્રકારના પક્ષીઓ આવેલા છે. જેને જામનગર મહાનગર પાલિકા દ્વારા શિયાળામાં પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે વિશેષ તૈયારી અને સુવિધા કરાઇ છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ ઠંડીનો માહોલ જામતા જામયુકો સંચાલિત પક્ષી ઘરમાં પાંજરા ફરતે નેટ અને પડદાં બાંધવામાં આવે છે. જેથી પક્ષીઓને ઠંડો પવન ન લાગે આ ઉપરાંત પક્ષી ઘરમાં નાના માટલાઓ પણ મૂકવામાં આવે છે. જેથી ઠંડીની બચવા પક્ષીઓ તેમાં આશરો લઇ શકે.
જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો 3 ડિગ્રી ઉંચાતા 17 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ત્યારે ઠંડી વધતા શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહયા છે. ત્યારે માનવીઓની સાથે-સાથે પશુપક્ષીઓને પણ ઠંડી અસર કરતી હોય. જામ્યુકો દ્વારા પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે પક્ષી ઘરમાં વિશેષ સુવિધા કરવામાં આવી છે.