ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા આજથી તા.9 માર્ચ દરમિયાન દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકા આવવા જવા માટે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસતા નાગરિકોની વધારાની સુવિધાને ધ્યાનમાં રાખીને જામનગર વિભાગ એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરાયું છે.
આ તકે દ્વારકા-જામનગર રૂટ પર 155 ભાડા સાથે, દ્વારકા-રાજકોટ 195, દ્વારકા-પોરબંદર 125, દ્વારકા-સોમનાથ 205, દ્વારકા-જૂનાગઢ 185 ભાડાની એસટી બસોના રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. આજથી શરૂ કરીને 9 માર્ચ સુધી ડેપો ખાતેથી બુકિંગ કરાવી શકશે.
આ ઉપરાંત એક જ ગુ્રપના 51થી વધુ મુસાફરો ગુ્રપ બુકીંગ કરાવશે તો એસટી બસ જેતે નિયત વિસ્તારથી તેમના વતનના ગામ સુધી મુકવા જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ દરમિયાન મુસાફરો એસ.ટી. બસોમાં વધુને વધુ લાભ લે તેવો એસ.ટી. જામનગર વિભાગીય નિયામક દ્વારા અનુરોધ કરાયો છે.