Friday, December 5, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં રેલ્વે એન્જિનમાં સ્પાર્ક, એન્જિન બદલાયું

ખંભાળિયામાં રેલ્વે એન્જિનમાં સ્પાર્ક, એન્જિન બદલાયું

ખંભાળિયા પાસેથી પસાર થઈ રહેલી વેગન સાથેની એક માલગાડીમાં ગતરાત્રે સ્પાર્ક તથા તંત્ર દ્વારા તાકીદે એન્જિન બદલાવી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

ઓખાના મીઠાપુર તરફથી માંગલીયા ગાંવ (રતલામ) તરફ કેમિકલ સોલ્ટ ભરીને જઈ રહેલી એક માલગાડી ગતરાત્રે ખંભાળિયા નજીક પહોંચતા આ માલગાડીના એન્જિનમાં સ્પાર્ક થયું હતું. વીજળી જેવા કરંટ આ એન્જિનમાં જોવા મળતા આ માલગાડીને અહીં જ રોકી દેવામાં આવી હતી. ત્યાર બાદ કાનાલુસ સ્ટેશન ખાતેથી બીજું એન્જિન મંગાવી અને ટ્રેનને નિયત સ્થળે રવાના કરવામાં આવી હતી. જો કે એન્જિનમાં આગ લાગી હોવાની અફવાઓ પણ ફેલાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular