દેશમાં નવી 6 કંપનીઓને પેટ્રોલ ડિઝલ વેંચવાની પરંવાનગી મળી શકે છે. પેટ્રોલ ડિઝલના રિટેલ વેચાણ પર હાલ સરકારી કંપનીઓનો કબ્જો છે. જેમાં 6 નવી ખાનગી કંપનીઓ ઉમેરાય શકે છે. આ કંપનીઓમાં આઇએમસી, ઓમસાઇટ એનર્જી, આસામ ગેસ કંપની, એમ.કે.એગ્રોટેક, આર.બી.એમ.એલ સોલ્યુસન્સ ઇન્ડિયા, માનસએગ્રો ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ કંપનીઓ આવ્યા બાદ આ સેકટરમાં કુલ કંપનીઓની સંખ્યા 14 થઇ જશે.
નવી 6 કંપનીઓના આગમનથી ગ્રાહકોને સિધો ફાયદો થશે. કેમ કે, પેટ્રોલપંપની સંખ્યામાં વધારો થશે તેમજ સેવાઓમાં વધારો થશે. સરકાર દ્વારા જારી અધિસુચના અનુસાર એ કંપનીઓને નવા લાયસન્સ આપવામાં આવશે. જેની ઓછામાં ઓછી નેટવર્થ 215 કરોડથી વધુ હોય. આ ક્ષેત્રમાં આવનાર કંપનીઓએ 2000 કરોડનું રોકાણ કરવું પડશે. તેમજ લાયસન્સ મેળવ્યાના 5 વર્ષમાં ઓછાંમાં ઓછા 100 પેટ્રોલપંપ ખોલવા પડશે. જે પૈકી 5 ટકા પેટ્રોલ પંપ ગ્રામ્ય વિસ્તારમાં હશે.
હાલ આ સેકટરમાં સરકારી કંપનીઓ જ કામ કરી રહી છે. દેશના 90 ટકા પેટ્રોલ સ્ટેશન પર સરકારનું નિયંત્રણ છે. જયારે બાકીના 10 ટકા રિલાયન્સ, શેલ અને નયારા એનર્જીના છે. પેટ્રોલયિમ પ્રોડકટ માર્કેટીંગ ક્ષેત્રમાં 6 ખાનગી કંપનીઓનું ઉમેરવા પાછળ સરકારનું હેતું ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલપંપની સંખ્યા વધારાવાનો છે.હાલ દેશમાં પેટ્રોલપંપની સંખ્યા 77,094 છે.